PHOTOS

US Open 2023: યુએસ ઓપન જીતીને નોવાક જોકોવિચે રચ્યો ઇતિહાસ, આમ કરનાર બન્યા પ્રથમ ખેલાડી

/strong>વિશ્વના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે (Novak Djokovic) રવિવારે ઈતિહાસ રચ્યો હતો. તેમણે યુએસ ઓપન (US Open 2023) ની ફાઇનલમાં...

Advertisement
1/6
ચોથી વખત બન્યા યુએસ ઓપન ચેમ્પિયન
ચોથી વખત બન્યા યુએસ ઓપન ચેમ્પિયન

સર્બિયાના સુપરસ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે (Novak Djokovic) યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. તેમણે ફાઇનલમાં દાનિલ મેદવેદેવને હરાવીને ચોથી વખત યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ટ્રોફી જીતી.

2/6
રચી દીધો ઇતિહાસ
રચી દીધો ઇતિહાસ

36 વર્ષના જોકોવિચે આ સાથે ઈતિહાસ રચ્યો હતો. જોકોવિચનું આ રેકોર્ડ 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ઓપન એરામાં આટલા બધા ગ્રાન્ડ સ્લેમ જીતનાર તે પ્રથમ ખેલાડી બન્યા છે. જોકોવિચ અગાઉ 2011, 2015 અને 2018માં યુએસ ઓપન ચેમ્પિયન રહી ચૂક્યા છે.

3/6
સૌથી આગળ નિકળ્યા જોકોવિચ
સૌથી આગળ નિકળ્યા જોકોવિચ

જોકોવિચે મેદવેદેવ સામે 6-3, 7-6, 6-3થી જીત મેળવી હતી. આ સાથે તે આગળ નિકળી ગયા. સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે સ્પેનના રાફેલ નડાલ બીજા નંબરે છે. નડાલે 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

4/6
મેદવેદેવ પાસેથી હારનો બદલો લીધો
મેદવેદેવ પાસેથી હારનો બદલો લીધો

નોવાક જોકોવિચને 2021 યુએસ ઓપનની ફાઇનલમાં રશિયન ખેલાડી દાનિલ મેદવેદેવના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ હારનો બદલો સર્બિયન દિગ્ગજએ લઈ લીધો છે. જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે અમેરિકાની સેરેના વિલિયમ્સ (23)ને પાછળ છોડી દીધી છે. ઓસ્ટ્રેલિયાની મહાન ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટની બરાબરી કરી.

5/6
જેટલી ઉંમર, એટલા જ મેજર ટાઇટલ
જેટલી ઉંમર, એટલા જ મેજર ટાઇટલ

36 વર્ષીય જોકોવિચની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીનું આ 36મું મુખ્ય સિંગલ્સ ટાઇટલ છે, જેટલી ઉંમર-એટલા ખિતાબ. આ સાથે, તે એક સિઝનમાં (2011, 2015, 2021 અને 2023) ચાર વખત ત્રણ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ઓપન એરામાં યુએસ ઓપન ચેમ્પિયન બનનાર તે સૌથી વૃદ્ધ ખેલાડી પણ છે.

6/6
'તકનો લાભ કેમ ન ઉઠાવી શકાય...'
'તકનો લાભ કેમ ન ઉઠાવી શકાય...'

જોકોવિચે યુએસ ઓપન ફાઈનલ જીત્યા બાદ કહ્યું, 'આ રમતમાં ઈતિહાસ રચવો ખરેખર ખાસ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું 24 ગ્રાન્ડ સ્લેમ વિશે વાત કરીશ. ક્યારેય વિચાર્યું ન હતું કે આ હકિકત થશે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મને લાગ્યું કે મારી પાસે એક તક છે, જો તો તેને કેમ ઝડપી ન લેવામાં આવે અને આજ એવું થયું. 





Read More