PHOTOS

HONDA ની એડવેન્ચર Bike ભારતમાં લોન્ચ, એડવેન્ચર સ્પોર્ટના શોખીનો માટે આ બાઈક છે બેસ્ટ

અમદાવાદઃ થોડા વર્ષો પહેલા HERO કંપનીએ પોતાની IMPULSE નામની એડવેન્ચર સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરી હતી. જો કે માર્કેટમાં તેની માગ બહુ ખાસ રહી...

Advertisement
1/4
પાવરફુલ એન્જીન-
પાવરફુલ એન્જીન-

HONDA CB500Xમાં 471CC, 8 વાલ્વ, લિક્વિડ કુલ્ડ, પેરલલ ટ્વિન-સિલિન્ડરવાળું એન્જીન મળે છે. આ એન્જીન 8500 RPM પર 47BHPનો પાવર અને 6500 RPM પર 43.2 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 6-સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે, જે આસિસ્ટ અને એક સ્લિપપ ક્લચ ટ્રાન્સમિશન સાથે આવે છે.

2/4
2 કલર ઓપ્શન-
2 કલર ઓપ્શન-

હોંડાની પેરલલ ટ્વિન એડવેન્ચર ટૂરર બાઈક કંપ્લીટલી નોક્ડ ડાઉન યુનિટના રૂપમાં ભારતીય બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. CB500Xમાં 2 કલર ઓપશન મળે છે. ગ્રાન્ડ પ્રિક્સ અને મેટ ગનપાઉડર બ્લેક મેટાલિકમાં ઉપલબ્ધ છે.

3/4
દમદાર ફિચર્સ-
દમદાર ફિચર્સ-

નવી HONDA CB500Xમાં અનેક આધુનિક ફિચર્સ આપવામાં આવ્યા છે. જેવા તે સેમી-ફેયરિંગ ડિઝાઈન, મોચી વિંડસ્ક્રિન, ફુલ LED લાઈટિંગ, નેગેટિવ LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સિંગલ પીસ સીટ અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ બાઈકમાં ડ્યુલ ચેનલ ABS, ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ અને હોંડા ઈગ્નિશન સિક્યોરિટી સિસ્ટમ જેવા ફિચર્સ સામેલ છે.

4/4
કિંમત-
કિંમત-

HONDA CB500Xની ગુરૂગ્રામમાં એક્સ શોરૂમ કિંમત 6.87 લાખ રૂપિયા છે. નવી HONDA CB500Xનું ભારતમાં KAWASAKI VERSEYS 650, SUZUKI V-STROM 650 XT અને BENELLI TRK 502 જેવી બાઈક સાથે મુકાબલો થશે.  





Read More