PHOTOS

Narmada Story: એક નહી ત્રણ છે નર્મદા નદીની પ્રેમ કહાની, અંત જાણીને થઇ જશો દુખી

trong> મધ્ય પ્રદેશની લાઇફ લાઇન કહેવાતી નર્મદા નદી વિશે 3 પ્રેમ કહાનીઓ પ્રચલિત છે. આવો જાણીએ અમરકંટકથી નિકળનાર નર્મ...

Advertisement
1/9
નર્મદા નદીની પ્રેમ કહાની
નર્મદા નદીની પ્રેમ કહાની

નર્મદાની પ્રેમ કહાનીઓ લોકગીતો અને લોકકથાઓમાં અલગ-અલગ મળે છે પરંતુ દરેક કથાનો અંત એક જ છે કે સોનભદ્રને નર્મદાની દાસી જુહિલા સાથે સંબંધોના લીધે નર્મદા નદી ઉલટી દિશામાં નિકળી પડી હતી. જાણો નર્મદાની ત્રણ અલગ પ્રેમ કહાનીઓ. 

2/9
કથા 1
કથા 1

નર્મદા અને સોનભદ્રના લગ્ન થવાના હતા. લગ્ન મંડપમાં બેસતા પહેલાં નર્મદાને ખબર પડીને સોનભદ્રને તેની દાસી જુહિલા ગમે છે. નર્મદા આ અપમાન સહન કરી શકી નહી અને મંડપમાંથી ઉલટી દીધા જતી રહી. 

3/9

સોનભદ્રને જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થયો તો તે પણ નર્મદાની પાછળ પાછળ ભાગ્યા. નર્મદાને રોકવા માટે સોનભદ્ર અપીલ કરતાં કહે છે કે પાછી ફરો નર્મદા પરંતુ તે ફરી નહી. કહેવામાં આવે છે કે એટલા માટે નર્મદા નદી ભારતની બાકી મુખ્ય નદીઓ કરતાં વિપરીત દિશા વહે છે.   

4/9
કથા 2
કથા 2

આ કથામાં નર્મદાને રેવા નદીના નામથી ઓળખવામાં આવે છે. કથામાં રાજા મૈકલની પુત્રી રાજકુમારી નર્મદા છે. એક દિવસ રાજ મૈકલે જાહેરાત કરી કે જે દુર્લભ ફૂલ ગુલાબ કળી તેમની પુત્રી માટે લાવશે તે તેના લગ્ન નર્મદા સાથે કરાવશે. સોનભદ્ર રાજુકુમારી માટે તે દુર્લભ ફૂલ લઇ આવ્યા. 

5/9

નર્મદાએ સોનભદ્ર ક્યારેય જોયા ન હતા પરંતુ મનોમન પ્રેમ કરવા લાગી. લગ્નના થોડા દિવસ પહેલાં નર્મદાએ પોતાની દાસી જુહિલા હાથે પ્રેમ પત્ર મોકલવાનું વિચાર્યું. જુહિસા રાજકુમારીના વસ્ત્રો અને આભૂષણ પહેરી સોનભદ્રને મળવા જતી રહી. સોનભદ્ર દાસીને નર્મદા સમજી બેઠા. સોનભદ્રના પ્રણય નિવેદનને દાસી ઠુકરાવી શકી નહી. 

6/9

જ્યારે જુહિલાના આગમનમાં વિલંબ થયો ત્યારે નર્મદા પોતે બહાર નીકળી. સોનભદ્ર અને જુહિલાને એકસાથે જોઈને નર્મદાને ખૂબ ગુસ્સો આવ્યો. તે તરત જ ત્યાંથી વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. સોનભદ્રને પોતાની ભૂલનો પસ્તાવો થયો પણ સ્વાભિમાની નર્મદાએ એક વાર પણ પાછું વળીને જોયું નહીં.

7/9
કથા 3
કથા 3

વાત ઘણા હજારો વર્ષ પહેલાંની છે. નર્મદા નદી બનીને જન્મી હતી અને સોનભદ્ર નદ બનીને જન્મ્યા હતા. બંનેનું બાળપણ સાથે વિત્યું હતું. બાળપણ પુરૂ થયું અને બંને કિશોર થઇ ગયા. સમય સાથે બંને વચ્ચે પ્રેમ વધ્યો. બંનેએ સોગંધ ખાધા કે આખી જીંદગી એકબીજાનો સાથ છોડીશું નહી અને એકબીજાને દગો આપીશું નહી. 

8/9

એક દિવસ અચાનક રસ્તામાં સોનભદ્ર નર્મદાની મિત્ર જુહિલા નદી મળી. સોળ શણગારમાં સજ્જ, જુહિલાએ તેની અદાઓથી સોનભદ્રને મોહી લીધા હતા. તેના મોહમાં સોનભદ્ર પોતાની મિત્ર નર્મદાને પણ ભૂલી ગયા હતા. નર્મદાએ સોનભદ્રને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ જાણે સોનભદ્ર જુહિલા માટે પાગલ થઈ ગયા હોય તેવું લાગ્યું.

9/9

નર્મદા તેને છોડીને જતી રહી, કહેવાય છે કે ત્યારથી નર્મદાએ પોતાની દિશા બદલી દીધી હતી. નર્મદા નદી બંગાળ સાગરની યાત્રા છોડીને અરબ સાગર તરફ જતી રહી. આપણા ભારતની તમામ મોટી નદીઓ બંગાળ સાગરમાં જઇને મળે છે પરંતુ અરબ સાગરમાં મળે છે.