PHOTOS

KITCHEN TIPS: ફુદીનાના પત્તા લાંબા સમય સુધી તાજા રાખવા માટે અપનાવો આ સુપર કિચન ટિપ્સ!

ાં ઘણી બધી વસ્તુઓ લાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ પરંતુ તે બગડી જાય છે. આનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે તેના વિશે બરાબર જાણતા નથી. લોકો ...

Advertisement
1/5

ફુદીનો દરેક ઘરમાં હોય છે. તમે તેને શરબથી લઈને ચટણી સુધીને ઘણી બધી વસ્તુઓમાં ઉમેરી શકો છો. તેનાથી જે તે વસ્તુનો સ્વાદ બમણો થઈ જાય છે. ચાલો તમને જણાવીએ કે તમે તેને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરી શકો છો.   

2/5

ફુદીનાને સારી રીતે સાફ કર્યા પછી તેને સ્વચ્છ કાગળમાં લપેટીને ચોખ્ખી જગ્યાએ મુકવો જોઈએ. તમારે તેને એવી રીતે લપેટવું પડશે કે તેમાં કોઈ હવા પ્રવેશી ન શકે નહીં તો તે નકામું થઈ જશે. આમ કરવાથી તમારો ફુદીનો સંપૂર્ણપણે લીલો અને તાજો રહેશે.

3/5

તમારે ફુદીનાને હંમેશા પ્લાસ્ટિકના પેકેટમાં રાખવા જોઈએ. જેથી તેને બિલકુલ હવા લાગશે નહીં. જેથી તેને લાંબા સમય સુધી સાચવીને રાખી શકાય છે. આમ કરવાથી ફુદીનો સુકાતો નથી.

4/5

ફુદીનાના પાંદડાને હંમેશા ભીના સુતરાઉ કપડાથી ઢાંકીને રાખવા જોઈએ. આમ કરવાથી તમારો ફુદીનો લાંબા સમય સુધી સુકાતો નથી અને હંમેશા તેના પત્તા રહે છે તાજા.

5/5

તમારે પાંદડાને તડકામાં બિલકુલ ન રાખવા જોઈએ, આમ કરવાથી ફુદીનો બગડી જશે. તેમાંથી ફુદીનાની સુગંધ પણ દૂર થશે. તેથી તમારે તેને હંમેશા ઠંડી જગ્યાએ રાખવું જોઈએ. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)





Read More