PHOTOS

Mini Kashmir: ગુજરાતની નજીક જ કાશ્મીર ફર્યા જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ આ જગ્યાએ, જુઓ મનમોહક Photos

જો તમે રજાઓમાં ફરવા જવા માટેની જગ્યાઓ શોધી રહ્યા છો તો તમને આજે ગુજરાતની જ એક એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં તમને જલસો પડી જશે. ગુજરાતમાં ...

Advertisement
1/5

જો તમને ગુજરાતમાં જ કાશ્મીર ફર્યા જેવી મજા કરવી છે તો પહોંચી જાવ દૂધની લેક. અહીં તમે શિકારામાં ફરવાની મજા માણી અને તમારી રજાને યાદગાર બનાવી શકો છો. જે લોકોને વોટર સ્પોર્ટ્સ પસંદ છે તેમના માટે પણ દુધની લેક ફરવા માટે આદર્શ સ્થળ છે. 

2/5

દૂધની લેક સિલવાસાથી 40 કિમી દૂર આવેલું છે. મધુબન ડેમના જળાશય પર બનેલું આ વિશાળ તળાવ તેની સુંદરતા અને શિકારામાં ફરવાની મજાના કારણે પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

3/5

સુંદર ટેકરીઓ વચ્ચે આવેલા શાંત તળાવમાં જ્યારે તમે શિકારામાં ફરશો તો જલસો પડી જશે. દૂધની લેક એક દિવસની પિકનિક અથવા તો વિકેન્ડમાં ફરવા માટે બેસ્ટ સ્પોટ છે. અહીં તમે બોટિંગ સિવાય કાયાકિંગ, સ્પીડ બોટ્સ, કેનોઇંગ અને જેટ સ્કીઇંગ પણ કરી શકો છો.  

4/5

ખાસ તો સહેલાણીઓને અહીં તળાવમાં ફરતા રંગબેરંગી શિકારા કાશ્મીરની યાદ અપાવે છે. અહીં તમે ખૂબ ઓછા ખર્ચે શિકારાની રાઈડ કરી શકો છો.  

5/5

શિકારામાં ફરતા ફરતા તમે મનમોહક સૂર્યાસ્તનો આનંદ પણ માણી શકો છો. દૂધની લેક ફરવા જવા માટે જૂન મહિના સુધીનો સમય બેસ્ટ છે. 





Read More