PHOTOS

આ તારીખો છે ઘાતક! અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી

ાતમાં કાળઝાળ ગરમી વચ્ચે પવનની ગતિમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, આ પવનની ગતિનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ રેમલ વાવાઝો...

Advertisement
1/10

એક તરફ ચોમાસુ નજીક આવી રહ્યું છે તો એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, છેલ્લા બે દિવસથી ગુજરાતના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે પરંતુ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડવાની છાપરા ઉડાડે એવી આગાહી વ્યક્ત કરી છે.

2/10

ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ભારે આંધીવંટોળ આવવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે. 6જૂન સુધીમાં આંચકાનો પવન 25-30 km, જ્યારે 40 km ની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે. આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય છે.

3/10

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી દેખાઈ રહી છે. હજુ આગામી દિવસોમાં એટલે કે ચાર જૂન સુધી પવનની ગતિમાં વધારો નોંધાઈ શકે છે તો ગુજરાતના આ ચાર જેટલા જિલ્લાઓમાં આંધી વંટોળ અને તોફાની પવન સાથે તબાહી મચાવે તેવો વરસાદ પડી શકે છે.

4/10

વરસાદ માટે અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. આરબસાગરમાં 8 જૂનથી હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 8 જૂને અરબસાગરમાં હવાનું ફેરબદલ થતા દરિયામાં કરંટ જોવા મળશે. રાજ્યમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધે છે. 18-19 જૂનમાં વાદળ આવશે. જ્યારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 

5/10

અંબાલાલની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ચાર દિવસ આધી વંટોળ અને તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે જ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે.

6/10

આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ અલર્ટ છે. 25 -30 km ની ઝડપે પવન ફૂંકાશે. સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે. 

7/10

હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. સહેલાણીઓ માટે દરિયો બંધ કરવાયો છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરિયા પરની લારીઓ અને રાઈડ્સ પણ દૂર કરવામાં આવી છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે. 

8/10

ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. દેશમાં સૌથી પહેલા કેરળમાં ચોમાસું આવ્યું છે. કેરળમા ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધશે. કેરળ સહિત દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં ચોમાસાનું આગમન થયું છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં વહેલા વરસાદના આગમનથી લોકોમાં હરખની હેલી છે.

9/10

અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

10/10
4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 





Read More