PHOTOS

Photos : ગુજરાતના આ ગામમાં 2000 મહેમાનો માટે બનાવાયું માટલા ઊંધિયું

માં ચાલી રહી છે. માર્કેટમાં લીલા શાકભાજીનો ઢગલો ખડકાયેલો છે ત્યારે ઊંધિયુની સીઝન પણ આવી ગઈ છે. વિશ્વભરમાં ચરોતરનું માટલા ઉંધિયુ ખૂબ વખણ...

Advertisement
1/3

વહેલી સવારથી માટલા ઉંધિયાની તૈયારી કરવામાં આવે છે. તેમા ખાસ કરીને લીલા શાકભાજી સાથે બટાકા, શક્કરીયા, નાની રિંગણ અને લીલી પાપડી માટલામાં બાફવામાં આવે છે. ત્યાર બાદ તમામને ફોલી તૈયાર કરવામાં આવે છે માટલા ઊંધિયું. સાથે સાથે ગરમ ગરમ જલેબી, ખમણ સ્વામીનાયણની ખીચડી સાથે સંતો દ્વારા મહેમાનોને આ ભોજન પિરસવામાં આવે છે તેવું ભગવતચરણ સ્વામીએ જણાવ્યું હતું. 

2/3

સામાન્ય રીતે ગુજરાતમાં બે પ્રકારનું ઉંધિયું લોકોને પસંદ છે. એક સુરતી ઉંધીયુ અને બીજું ચરોતરનું માટલા ઉંધિયું. ચરોતરના માટલા ઉંધિયાની વિશેષતા એ છે કે તેમાં ક્યાંય તેલનો ઉપયોગ નથી થતો અને તમામ શાકભાજી બાફેલા હોય છે. આ પ્રકારની વાનગી શિયાળામાં ખુબ જ ફાયદાકારક હોય છે.

3/3

ચરોતરના આ ઉંધિયાનો સ્વાદ અમુક લોકોને એટલો પસંદ છે કે, વર્ષોથી વિદેશમાં સ્થાય થયા હોવા છતાં પણ ખાસ આ શિયાળાની સીઝનમાં સ્વામીનાયાયણનું માટલા ઉંધિયુ ખાવા માટે સહપરિવાર આવે છે. આ માટલા ઉંધિયાની પરંપરા વીસેક વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને આ પરંપરા આજે ગુજરાતભરમાં ફેલાઈ ગઇ છે. 





Read More