PHOTOS

તૈયાર થઈ રહ્યું છે 'ઘરના ગદ્દારો'નું લીસ્ટ! ચૂંટણી પરિણામ બાદ 'જયચંદો'નો વારો પાડશે ભાજપ!

ection 2024: ઘર ફૂટે ઘર જાય; રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં ભાજપના જ ઘણાં નેતાઓએ પાછલે બારણે કોંગ્રેસને મદદ કરી હતી. ચૂંટણીનું ...

Advertisement
1/12

Loksabha Election 2024: ઘર ફુટે ઘર જાય : 'જયચંદો'ને નહીં છોડો ભાજપ! લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાંની સાથે જ ભાજપ પાડશે પોતાના જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા જયચંદોનો વારો. 

2/12

લોકસભા ચૂંટણીમાં ભાજપમાં હોવા છતાં ઘણાં નેતાઓ પાછલા બારણે કોંગ્રેસને મદદ કરતા હોવાનું પણ ચર્ચામાં છે. આ અંગેનો સીક્રેટ રિપોર્ટ પણ હાઈકમાન્ડ પાસે પહોંચી ગયો છે.

3/12

સૂત્રોની માનીએ તો એવી વાત પણ સામે આવી રહી છેકે, હાલ ઘરમાં રહીને ગદ્દારી કરનારા આવા નેતાઓનું ભાજપ લીસ્ટ તૈયાર કરી રહ્યું છે. 

4/12

ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર રહીને પક્ષ સાથે ગદ્દારી કરનારા નેતાઓની સામે હાઈકમાન્ડ વિંઝશે શિસ્તનો કોરડો. ખાસ કરીને ગુજરાતમાં ભાજપના ઘણાં નેતાઓ એવા હતા જે લોકસભા ચૂંટણીમાં જાણી જોઈને નિષ્ક્રીય રહ્યાં અને પોતાના ઉમેદવારને જીતાડવાને બદલે તેને હરાવવા માટે પ્રયત્ન કરતા રહ્યાં. હાઈકમાન્ડ પાસે પહોંચી રહ્યો છે આવા લોકોનો રિપોર્ટ. 

5/12

ચૂંટણીમાં ગદ્દારી કરનારા 'જયચંદો'ને નહીં છોડો ભાજપ! લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ લેવામાં આવશે એક્શન. એવી વાત પણ સામે આવી છેકે, ભાજપે નિરીક્ષકો પાસે પોતાના જ પક્ષના ગુજરાત ભાજપના આવા ‘જયચંદો'ની વિગતો મંગાવી છે.

6/12

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભાજપના જ નડશે. એવું મતદાનની ટકાવારી ઘટી છે તેના પરથી કહી શકાય છે. ભાજપની જીતમાં પક્ષવિરોધીઓ રોડા બને તેવી શક્યતા છે. ખાસ કરીને માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખીને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાને નિશાન બનાવી તેમના પર પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે આક્ષેપ કર્યો છે.

7/12

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઘણાં નેતાઓ જાણી જોઈને નિષ્ક્રિય રહ્યાં, તો ઘણાં એ કોંગ્રેસને પાછલા બારણે મદદ કરી. આ તમામના નામ હવે ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના નિરીક્ષકો પાસે મંગાવ્યાં છે. લાડાણી જ નહી, અન્ય ઘણા મત વિસ્તારમાં ભાજપના જ જયચંદોએ ભાજપને હરાવવાના પ્રયાસો કર્યા છે જેની કમલમથી વિગતો મેગાવાઈ છે. ચૂંટણી પરિણામ બાદ પક્ષવિરોધીઓને ઘરનો રસ્તો દેખાડવા ભાજપે અત્યારથી મન બનાવી લીધુ છે.

8/12

ઉલ્લેખની છેકે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ધારેલું મતદાન થઇ શક્યું નથી. કાળઝાળ ગરમી એ તો માત્ર બહાનુ છે પણ આંતરિક વિખવાદને કારણે મતદાન થઈ શક્યું નથી. છેલ્લાં દસેક વર્ષમાં સૌથી ઓછુ મતદાન આ વખતે થયુ છે ત્યારે ભાજપનું મોવડી મંડળ ચિંતિત બન્યુ છે. હાલ ગુજરાતમાં સુરેન્દ્રનગરી પાટલ બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ બેઠક પર ભાજપ માટે કપરાં ચઢાલ છે. બે મહિના અગાઉ કોંગ્રેસને ચૂંટણી માટે ઉમેદવાર મળતાં ન હતાં ત્યાં એ જ કોંગ્રેસ આઠેક બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે જે ભાજપ માટે ચિંતન વિષય છે. 

9/12

સૂત્રોના મતે, લોકસભાની ચૂંટણીમાં જો પરિણામ અણધાયું આવે તો તેના માટે ભાજપના આંતરિક વિખવાદ મુખ્ય પરિબળ હશે. ભાજપના જ જવચદોએ આ વખતે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાઈ છે. કેટલીક રહ્યુ છે. બેઠકો પર ભાજપના નેતાઓ એકદમ નિષ્ક્રિય રહ્યા છે. જયારે કેટલીક બેઠકો પર ભાજપના નેતાઓએ આડકતરી રીતે કોંગ્રેસને મદદ કરી છે જે ભાજપ માટે ચિંતાનું કારણ બન્યુ છે.

10/12

ખાસ કરીને  માણાવદર બેઠક પર પેટાચૂંટણી લડતા ભાજપના ઉમેદવારે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખીને ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હોવાનું જણાવ્યુ છે. પણ ભાજપને આવી ઘણી ફરિયાદો મળી છે. ઉમેદવારોએ પણ આ વાત કમલમ સુધી પહોંચાડી છે. 

11/12

પક્ષમાં રહીને ઘર ફૂટે ઘર જાય જેવી પ્રવૃત્તિને અંજામ આપનારા આવા જયચંદો સામે ભાજપે લાલ આંખ કરી છે. ગુજરાતમાં ઓછા મતદાન પાછળ પણ આવા જયચંદો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ પરિસ્થિતિને જોતા ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળે નિરીક્ષકો, જીલ્લા પ્રમુખો પાસેથી વિગતો મંગાવી છે. આ વિગતો છેકે, દિલ્લીના દરબારમાં પહોંચાડવામાં આવશે. 

12/12

એટલું જ નહીં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે. એટલું જ નહીં ઘણાં નેતાઓને તો ભાજપ હવે પક્ષમાંથી હાંકી કાઢશે એવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે.





Read More