PHOTOS

લોકસભા ચૂંટણી 2019: જાણો કઇ બેઠક પર કયા ઉમેદવારે ભર્યું ફોર્મ, જુઓ તસવીરો

દિવસો બાકી રહ્યા છે. અને લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રીલ છે. ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ કોંગ્રસ...

Advertisement
1/13
આણંદ: ભાજપના ઉમેદવાર મીતેષ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર
આણંદ: ભાજપના ઉમેદવાર મીતેષ પટેલે ભર્યું ઉમેદવારી પત્ર

આણંદ લોકસભાના ઉમેદવાર મીતેષભાઇ પટેલ આજે ડે.સીએમ નિતિનભાઇ પટેલ અને સ્થાની સાંસદો અને ધારાસભ્યો સાથે સંગઠનના તમામ પદાધીકારીઓ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ સમયે વિશાળ રેલી અને ત્યાર બાદ સેવા સદન ખાતે પોતાનુ ઉમેદવારી પત્ર શુભમૂર્હતમાં ભરવામાં ભર્યુ હતુ. ધોમઘગતા તાપ વચ્ચે પણ ચારથી પાંચ હજાર લોકો આ રેલીમાં જોડાયા હતા.

2/13
પોરબંદર: 6 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
પોરબંદર: 6 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

પોરબંદર લોકસભા બેઠક માટે આજે 6 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ભાજપમાંથી રમેશ ધડુક અને બાબુ બોખીરીયાએ ફોર્મ ભર્યું હતું. બાબુ બોખીરીયાએ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી  હતી. મહત્વનું છે, કે બે ફોર્મ ગુજરાત જનતા પંચાયત પાર્ટીના ઉમેદવાર દ્વારા ભરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

3/13
પાલનપુર: ધારાસભ્ય મહેશ પટેલે ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું
પાલનપુર: ધારાસભ્ય મહેશ પટેલે ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું

પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે  લોકસભાનું ઉમેદવારી ફોર્મ લીધું હતું. પાલનપુર નગરપાલીકાના વિરોધપક્ષના કોંગ્રેસી નેતા અમરત જોશીએ પણ ફોર્મ લીધું હતું. હજુ સુધી કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા લોકસભાની સીટ માટે કોઈ ઉમેદવાર જાહેર કરાયો નથી. પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે ફોર્મ લેતા રાજકારણ ગરમાયું હતું.

4/13
જૂનાગઢ: ધારાસભ્ય પૂંજાભાઇ વંશે ભર્યું ફોર્મ
જૂનાગઢ: ધારાસભ્ય પૂંજાભાઇ વંશે ભર્યું ફોર્મ

જૂનાગઢ બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઇ વંશએ નામાંકન ભર્યું હતું. ધારાસભ્ય પૂંજાભાઇ વંશ ઉનાની બેઠક ઉપર સતત છ ટર્મ થી ચૂંટાય છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કૉંગ્રેસનું વિશાળ સંમેલન  યોજાયું હતું. શહેરના માર્ગો ઉપર પુંજાભાઈ વંશે રોડ શો કર્યો હતો.

5/13
બારડોલી: ઉમેદવારી નોંધાવતા પહેલા તુષાર ચૌધરીની જાહેરસભા
બારડોલી: ઉમેદવારી નોંધાવતા પહેલા તુષાર ચૌધરીની જાહેરસભા

વ્યારામાં ઉમેદવારી નોંધાવતા પહેલા તુષાર ચૌધરીની જાહેરસભા સંબોધી હતી. તુષાર ચૌધરીએ 23-બારડોલી લોકસભા બેઠક પર ભર્યું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અર્જુન મોઢવાડીયા,માજી રેલ મંત્રી નારણ રાઠવા સહિત કોંગી ધારાસભ્યો તેમજ માજી.સાંસદ કે.સી પટેલ પણ હાજર રહ્યા હતા.

6/13
મહેસાણા : આપના ઉમેદવારે ભર્યું ઉમેદવારી ફોર્મ
મહેસાણા : આપના ઉમેદવારે ભર્યું ઉમેદવારી ફોર્મ

મહેસાણામાં લોકસભાની ચૂંટણીને લઇને આજ સુધી 84 ફોર્મનું થયું વિતરણ થયું છે. આજે આમ આદમી પાર્ટીનું પ્રથમ ફોર્મ ભરાયું.  આમ આદમીના ઉમેદવાર રાજેશ પટેલે કલેકટર ઓફિસ પહોંચી ફોર્મ ભર્યું હતું. કાર્યકર્તાઓ સાથે મહેસાણા કલેકટર ઓફિસ ફોર્મ ભર્યું.

7/13
અમરેલી: ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ ભર્યું ફોર્મ
અમરેલી: ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ ભર્યું ફોર્મ

અમરેલી લોકસભામાં ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ આજે પોતાનુ નામાંકનપત્ર રજુ કર્યુ. સેંકડો કાર્યકરોની સાથે નારણ કાછડિયાએ રોડ શો અને સભા કર્યા બાદ ઉમેદવારી પત્રક ભરવા ગયા હતા. વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને લોકસભાના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ આજે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલા, દિલીપ સંઘાણી,પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી બીજા નેતાઓ અને કાર્યકરો સાથે રોડશો યોજ્યો હતો.મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી ત્યાર બાદ નારણ કાછડીયા ઉમેદવારીપત્રક ભરવા પહોંચ્યા હતા.

8/13
જામનગર: પૂનમબેન માડમે ભર્યું ઉમેદવારી ફોર્મ
 જામનગર: પૂનમબેન માડમે ભર્યું ઉમેદવારી ફોર્મ

જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે ફોર્મ ભર્યું હતું. જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચૂંટણી પર ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલે ફોર્મ ભર્યું. જામનગર લોકસભા અને વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારી નોંધાઇ હતી.

9/13
વડોદરા: કોંગ્રેસના ઉમેદવારે પ્રશાંત પટેલે ફોર્મ
વડોદરા: કોંગ્રેસના ઉમેદવારે પ્રશાંત પટેલે ફોર્મ

કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ભર્યું ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલની હાજરીમાં તેમણે ફોર્મ ભર્યું હતું. આજે સવારે વિજય મુહર્તમાં ભર્યું ફોર્મ મહત્વનું છે, કે અડધો રોડ શો પ્રશાંત પટેલ મૂકી ફોર્મ ભરવા ગયા હતા. 

10/13
ભરૂચ: ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવાએ ભર્યું ફોર્મ
ભરૂચ: ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવાએ ભર્યું ફોર્મ

ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવાએ ભવ્ય રેલી યોજી અને ચૂંટણી ફોર્મ ભર્યું હતું. મોટી સંખ્યામાં હોદ્દેદારો, મંત્રી શ્રીઇશ્વરસિંહ, પ્રદેશ મહામંત્રી ભારતસિંહ સહિત તમામ ધરાસભ્યશ્રીઓ રેલીમાં જોડાયા હતા. 

11/13
ખેડા: હિન્દુસ્થાન નિર્માણ દળના ઉમેદવારે ભર્યું ફોર્મ
ખેડા: હિન્દુસ્થાન નિર્માણ દળના ઉમેદવારે ભર્યું ફોર્મ

ખેડા લોકસભા ચૂંટણી માટે હિન્દુસ્થાન નિર્માણ દળમાંથી કમલેશભાઈ પટેલએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રવીણભાઈ તોગડિયા દ્વારા રચિત હિન્દુસ્થાન નિર્માણ દળ ખેડા જિલ્લામાંથી પણ ચૂંટણી લડશે.  કમલેશભાઈ અગાઉ 2003માં ભાજપમાંથી ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી ચૂક્યા છે.

12/13
વલસાડ: ભાજપના ઉમેદવાર કે.સી પટેલે ભર્યું ફોર્મ
વલસાડ: ભાજપના ઉમેદવાર કે.સી પટેલે ભર્યું ફોર્મ

વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા નીકળ્યા હતા. ભાજપના ઉમેદવાર ડૉ કે.સી પટેલ પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાજરી ફોર્મ  ભર્યું હતું. વલસાડમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકયા બાદ ભાજપની જંગી રેલી કરી હતી. આ રેલીમાં રાજ્યના વન આદિજાતિ પ્રધાન રમણ પાટકર, પૂર્વ આદિજાતિ પ્રધાન મંગુ ભાઈ પટેલ ,જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ સહીત અગ્રણીઓ ઉપસ્થિત  જિલ્લા ભરમાંથી કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા.

13/13
રાજકોટ: સાંસદ મોહન કુંડારિયાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
રાજકોટ: સાંસદ મોહન કુંડારિયાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

રાજકોટ બેઠક પરથી સાંસદ મોહન કુંડારિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 2 કરોડની જંગમ મિલકત પોતાની ઉમેદવારી ફોર્મમાં દર્શાવી હતી. જ્યારે હાથ પરની રોકડ 11 લાખ દર્શાવી હતી. મહત્વનું છે કે, મોહન કુંડારીયા 8 ધોરણ પાસ છે. જ્યારે પત્નિના નામે 3 કરોડની જંગમ મિલકત દર્શાવી હતી. મોરબી અને દિલ્લીની બેંકમાં 27 લાખની ફિક્સ ડિપોઝીટ રોકડ પણ જાહેર કરી હતી. જ્યારે પતિ પત્નિ પાસે થઇ 7 લાખ કિંમતનું 225 ગ્રામ સોનું પણ દર્શાવ્યું છે. 





Read More