PHOTOS

આકાશ જોઈ અંદાજો ના લગાવો, તુક્કો નહીં જાણો વરસાદ અંગે હવામાનની સચોટ આગાહી

દ સહિત ગુજરાતના આ જિલ્લાઓ પર ભારે છે આજનો દિવસ. એટલું જ નહીં હવામાન વિભાગો તો એક સાથે આખા અઠવાડિયાની કરી દીધી છે આગાહી. જાણો આગામી સાત ...

Advertisement
1/7

વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી  કેટલાકમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવતીકાલ માટે પણ કરાઈ ઘાતક આગાહી

2/7

Gujarat Monsoon Update: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડી થોડી વારે ધૂપ છાવ થયા કરે છે. લોકો આકાશ જોઈને અંદાજા લગાવે છે, પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટીયા બેસી જશે. થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાં જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ. 

3/7

વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ રહેશે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જયારે આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. 

4/7

આજે ક્યાં-ક્યાં પછી શકે છે વરસાદ? હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, આજે ગુજરાતના કેટલાં હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, તાપી,સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર  સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે.

5/7

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છેકે, અત્યાર સુધી સરેરાશ કરતા 1 ટકા વધુ વરસાદ થયો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે અલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. આ સાથે જ ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના પણ રહેશે.

6/7

એક બે દિવસ નહીં હવામાન વિભાગે કરી દીધી છે આખા સપ્તાહ માટેની આગાહી. 10 જુલાઈથી લઈને આગામી 16 જુલાઈ એટલેકે, એક સપ્તાહ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7/7

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી: આજે અને આવતી કાલે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા સુરત, વલસાડ, વાપી, નવસારીમાં ભારે વરસાદની શક્યતા ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં વરસાદ પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે આણંદ, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ પડશે મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ પડશે કચ્છ જિલ્લામાં પણ મધ્યમ વરસાદની આગાહી હાલમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય





Read More