PHOTOS

Solar Eclipse 2020: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર, જાણો વિગતો

ે 14મી ડિસેમ્બરે સાંજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. આ એક પૂર્ણ સૂર...

Advertisement
1/7
ક્યારે અને ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ?
ક્યારે અને ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ?

આ છેલ્લું સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ 14 ડિસેમ્બરે સાંજે 7:03 વાગે શરૂ થશે જે લગભગ 5 કલાક બાદ રાતે 12:23 વાગે પૂરું થશે. આ ગ્રહણ સાઉથ આફ્રીકા, સાઉથ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગોમાં પૂર્ણ રીતે જોવા મળશે. જો કે ભારતમાં તે જોઈ શકાશે નહીં. 

2/7
શું હોય છે પૂર્ણ સૂર્યગ્રહણ?
શું હોય છે પૂર્ણ સૂર્યગ્રહણ?

જ્યારે ચંદ્રમા સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી લે છે  અને સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નથી ત્યારે આ ઘટનાને પૂર્ણ સૂર્યગ્રહણ કહે છે. જ્યારે ચંદ્રમા સૂર્યને આંશિક રીતે ઢાંકી લે તો આ ઘટનાને આંશિક સૂર્યગ્રહણ કહે છે. જ્યારે ચંદ્રમા સૂર્યનો મધ્ય ભાગ ઢાંકી લે અને એક રિંગની જેમ જોવા મળે તો આ ખગોળીય ઘટનાને વલયાકાર સૂર્યગ્રહણ કહે છે. 

3/7
ભારતીય પર પડશે આ અસર
ભારતીય પર પડશે આ અસર

હિન્દુ ધર્મની માન્યતા મુજબ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આપણી રાશિઓ પર પ્રભાવ નાખે છે. જેના કારણે આપણા જીવનમાં ફેરફાર આવે છે. ગ્રહણ દરમિયાન સૂતક કાળ લાગે છે. આ સમયે શોર બકોર કરવો, ખાણી પીણી કે કોઈ પણ શુભકાર્ય કરાતું નથી. પરંતુ 14 ડિસેમ્બરે સંધ્યાકાળે લાગનારું આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આવામાં ગ્રહણ દરમિયાન ભારતમાં કોઈ પણ કાર્ય પર પ્રતિબંધ રહેશે નહીં. 

4/7
શું સૂતક કાળ ગણાશે?
શું સૂતક કાળ ગણાશે?

સૂતક કાળ દરમિયાન પ્રકૃતિ અપેક્ષાકૃત વધુ સંવેદનશીલ થઈ જાય છે. સૂતક દરમિયાન કોઈ અપ્રિય ઘટના થવાની સંભાવના વધુ રહે છે. પરંતુ 14 ડિસેમ્બરે થનારું આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ભારતમાં જોવા ન મળવાના કારણે આ વખતે સૂતકના નિયમો ગણવામાં નહીં આવે. આ સાથે જ ગ્રહણકાળ દરમિયાન માંગલિક કાર્યો ઉપર પણ રોક લાગશે નહીં. સૂતક કાળ માન્ય ન હોવાના કારણે મંદિરોના કપાટ બંધ નહીં કરાય અને પૂજા પાઠ ઉપર પણ રોક નહીં લાગે. 

5/7
આ રાશિઓ પર પડી શકે છે પ્રભાવ
આ રાશિઓ પર પડી શકે છે પ્રભાવ

ગ્રહણ કાળ એક ખગોળીય ઘટના છે. પરંતુ ધાર્મિક રીતે તેને શુભ ગણવામાં આવતું નથી. જ્યોતિષ મુજબ ભલે આ ગ્રહણ ભારતમાં જોવા ન મળે પરંતુ તેનો પ્રભાવ રાશિઓ પર સંપૂર્ણ રીતે પડશે. 14 ડિસેમ્બરના રોજ લાગનારું આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠા નક્ષત્રમાં લાગી રહ્યું છે. આ ગ્રહણ કાળ દરમિયાન આ રાશિવાળાએ ખુબ સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહણના પ્રભાવથી તેમના માન સન્માનમાં કમી આવી શકે છે. આ લોકોએ માનસિક પીડા પણ ઉઠાવી પડી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આ દરમિયાન સૂર્યની આરાધના કરવી જોઈએ. 

6/7
કેવી રીતે જોઈ શકો આ છેલ્લું સૂર્યગ્રહણ?
કેવી રીતે જોઈ શકો આ છેલ્લું સૂર્યગ્રહણ?

વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ જોવાની ઈચ્છા ધરાવતા લોકો ટેલિસ્કોપની મદદ લઈ શકે છે. આ ઉપરાંત તમે www.virtualtelescope.eu  ઉપર પણ ટેલિસ્કોપની મદદથી સૂર્યગ્રહણ જોઈ શકો છો. જ્યારે યુટ્યૂબ ચેનલ CosmoSapiens, Slooh પર લાઈવ પણ સૂર્યગ્રહણ જોવાનો સારો વિકલ્પ મળી શકે છે. 

7/7
સૂર્યગ્રહણ પૂરું થાય ત્યારે કરો આ ઉપાય
સૂર્યગ્રહણ પૂરું થાય ત્યારે કરો આ ઉપાય

ગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય જાપ કરો. ગ્રહણકાળ દરમિયાન ગંગાજળ છાંટીને ઘરનું શુદ્ધિકરણ કરો. સૂર્યગ્રહણના બીજા દિવસે ધનુ સંક્રાંતિ છે એટલે સૂર્ય સંબંધિત કોઈ વસ્તુનું દાન કરો. તમે તાંબુ, ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર, અને વસ્તુનું દાન કરી શકો છે. 





Read More