PHOTOS

Pics : જેણે પણ આ તસવીરની હકીકત સાંભળી, તે આંસુ સાર્યા વગર ન રહી શક્યા, દુનિયાભરમા પોપ્યુલર બન્યો આ કિસ્સો

Bushfire) માં ગત ચાર મહિનાથી ભયાવહ આગ લાગેલી છે, જેણે હવે ભયાવહ રૂપ ધારણ કરી લીધું છે. એક અનુમાન મુજબ, આ આગમાં અત્યાર સુધી 50 કરોડથી વ...

Advertisement
1/5
ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ
ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ

આગમાં સળગેલા પ્રાણીઓની ભાવુક કરી દેતી તસવીરો ઈન્ટરનેટ પર બહુ જ વાયરલ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ઘાયલ પ્રાણીઓને બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. લાખો પ્રાણીઓનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. 

 

2/5
મા સાથે ચીપકેલું રહ્ય કોવાલા
મા સાથે ચીપકેલું રહ્ય કોવાલા

આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના ઝૂએ એક એવી તસવીર જાહેર કરી છે, જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યાં છે. હકીકતમાં, આ તસવીરમાં ડોક્ટર એક ઘાયલ માદા કોવાલાની સારવાર કરીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓપરેશન દરમિયાન બેબી કોવાલા પોતાની માતા સાથે ચપકેલું રહ્યું. તેણે એક ક્ષણ માટે પણ પોતાના માતાના સાથ ન છોડ્યો. આને કહેવાય મા અને બાળકનો પ્રેમ...

 

3/5
લિઝીનો સફળ ઈલાજ
લિઝીનો સફળ ઈલાજ

ઓસ્ટ્રેલિયાના જીવ સંરક્ષકોએ માદા કોવાલાને લિજી અને બેબી કોવાલાને ફેન્ટમ નામ આપ્યુ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, બે સપ્તાહ પહેલા લિઝી આગમાં બળેલી મળી હતી, તે બહુ જ ઘાયલ હતી.

 

4/5
રોડ અકસ્માતમાં ઘાયલ થઈ હતી લિઝી
રોડ અકસ્માતમાં ઘાયલ થઈ હતી લિઝી

હકીકતમાં, લિઝી કોવાલા આગથી બચવા માટે દોડી રહી હતી, અને તે રસ્તો પાર કરવા જઈ રહી હતી, ત્યારે કોઈએ તેને કારથી ટક્કર મારી હતી. આ દરમિયાન બેબી ફેન્ટમ પણ તેની સાથે હતું. જોકે, નસીબ સારું હતુ કે બેબી કોવાલાને કંઈ ન થયું.

5/5
ઓસ્ટ્રેલિયા ઝૂએ તસવીર જાહેર કરી
ઓસ્ટ્રેલિયા ઝૂએ તસવીર જાહેર કરી

ઓસ્ટ્રેલિયા ઝૂ વાઈલ્ડલાઈફ હોસ્પિટલની નર્સ જૈમી લિન સૈવર્સે એક સમાચાર વેબસાઈટને જણાવ્યું કે, લિઝીના ફેફસામાં સંક્રમણ અને ચહેરા પર ઈજાઓ હતી. તેને સર્જરી કરીને બચાવી લેવાઈ છે. જોકે, ફેન્ટમને કોઈ પ્રકારની ઈજા પહોંચી નથી.

 





Read More