PHOTOS

LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?

ાંધીનગર: ધોરણ.12 અને ધોરણ.10 ના પરિણામ જાહેર થયા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે એક મહત્વપૂર્ણ ટ્વીટ કરીને ઉમેદવારોને ...

Advertisement
1/5

હસમુખ પટેલે ટ્વીટ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અગાઉ પણ જે ઉમેદવારો અરજી કરવાથી રહી ગયા હોય તેમને પણ વધુ એક તક મળી રહેશે.

2/5

મહત્વનું છે કે, ધોરણ 12 પાસ લાયકાત ધરાવતા વ્યક્તિ પણ એલઆરડી માટે અરજી કરી શકશે. એટલુ જ નહીં માત્ર પોલીસ સબ ઈન્સ્પેક્ટર માટે જ ગ્રેજ્યુએશનની જરૂર હોવાની ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશલ મીડિયાના માધ્યથી સ્પષ્ટતા કરી છે. 

3/5

ઉલ્લેખનીય છે કે, અગાઉ લોક રક્ષક દળ અને PSIની ભરતીનું અંદાજિત સમયપત્રક સામે આવી ચૂક્યું છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ઉમેદવારોની શારિરીક પરીક્ષા લેવાશે અને જાન્યુઆરી 2025માં શારીરિક પરીક્ષાનું પરિણામ આવશે. 

4/5

જ્યારે PSIની પેપર નંબર-એકની લેખિત પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાશે અને માર્ચ 2025માં પેપર નંબર-એકની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. તો પેપર-2ની પરીક્ષા ઓગસ્ટ 2025માં લેવાશે.

5/5

લોકરક્ષકમાં બે પાર્ટની અંદર પરીક્ષાનું પેપર લેવાશે. પાર્ટ A અને પાર્ટ B. બન્નેમાં પાસ થવું ફરજિયાત છે, અને બન્નેમાં 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. પાર્ટ A 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે.