PHOTOS

ઘરેબેઠા ફક્ત 7 સ્ટેપ્સમાં કરો Aadhaar Card ને અપડેટ, આ રહી રીત

Advertisement
1/9
know how to update you Aadhaar details online
know how to update you Aadhaar details online

આધારને લઇને ગત કેટલાક દિવસોથી સતત સમાચાર ચાલી રહ્યા છે. તેની સુરક્ષા અને યૂજરની ગોપનીયતાને લઇને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. સાથે જ ઘણીવાર સામે આવ્યું છે કે લોકોને આધાર અપડેટ કરવામાં મુશ્કેલીઓ થાય છે. પરંતુ જો તમે પણ આધારને અપડેટ કરવા માંગો છો તો કોઇ પરેશાની નથી. તમને ઘરેબેઠા આધાર અપડેટ કરવાની સુવિધા મળે છે. કારણ કે તમારામાં આપવામાં આવેલી ઘણી જાણકારી ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. એટલા માટે તેને અપડેટ રાખવું જરૂરી છે. આધારને તમે ઘરેબેઠા જ અપડેટ કરી શકો છો, બસ તેના માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. 

2/9
Open UIDAI Page to update you Aadhaar details online
Open UIDAI Page to update you Aadhaar details online

સૌથી પહેલાં https://uidai.gov.in/ પર જવું પડશે. પ્રથમ પેજ ખુલતાં તમને નીચે જમણી તરફ `Update Your Aadhaar Card` ટેબ પર કલિક કરવું પડશે. ત્યારબાદ એક નવું પેજ અલગ ટેબમાં ખુલી જશે. તેમાં જાણકારી આપવામાં આવી છે કે તમે બે રીતે તમારા આધારની ભૂલ સુધારી શકો છો. પહેલી પ્રક્રિયા ઓનલાઇન છે અને બીજી પ્રક્રિયા ફોમ ડાઉનલોડ કરી ઓફલાઇન રીતે તેને કરવી પડશે. 

3/9
Click the update Aadhaar data to make changes
Click the update Aadhaar data to make changes

`Fill up 4-Step Online Request` ની નીચે 4 સ્ટેપ લખેલા છે. તેના માટે એક ટેબ બનેલી છે જેના પર Update Aadhaar Data લખેલું છે. આ ટેબ પર ક્લિક કરવાનું છે.

4/9
Know how update Aadhaar data online
Know how update Aadhaar data online

ત્યારબાદ જે પેજ ખુલશે તેમાં ચાર પ્રશ્ન આપવામાં આવ્યા છે. પહેલો કયા પોર્ટલનો ઉપયોગ કરી શકો છો. જવાબ પણ તમને નીચેની જ લીંકમાં મળશે. ત્યારબાદ બીજા પ્રશ્નમાં કઇ જાણકારી આ પોર્ટલ પરથી અપડેટ કરી શકાય છે. રેસિડેંટ, તમારું નામ, એડ્રેસ, લિંગ, જન્મતારીખ, મોબાઇલ નંબર અને ઇ-મેલને આ પોર્ટલ દ્વારા અપડેટ કરી શકાય છે. ડિટેલ્સ માટે તમે બીજા પ્રશના જવાબમાં લખેલા `click here` પર ક્લિક કરી શકો છો. અપડેટ રિક્વેસ્ટની સાથે કયા ડોક્યુમેંટ સબમિટ કરાવવાના છે, તેનો જવાબ પણ તમને ત્રીજા જવાબમાં મળી જશે. ત્યારબાદ બોટમાં લખેલા `To submit your update/ correction request online please` ની આગળ Click Here પર જાવ.

5/9
Open Aadhaar Self Service update portal
Open Aadhaar Self Service update portal

ત્યારબાદ તમારે બીજા પેજ પર `Aadhaar Self Service Update Portal`પર આવી જશો. સુધારની પ્રક્રિયા માટે સૌથી પહેલાં અહીં તમારે તમારો 12 આંકડાવાળો આધાર નંબર નાખવો પડશે. ટેકસ્ટ વેરિફિકેશન કોડ નાખ્યા બાદ તમે તમારા મોબાઇલ પર OTP રિસીવ કરીશું.

6/9
Follow the steps and submit your details
Follow the steps and submit your details

ત્યારબાદ બીજા પેજ પર તમારું પોતાનું નામ, લિંગ, જન્મતારીખ, અડ્રેસ, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડીમાંથી શું બદલવા ઇચ્છો છો, તેના પર ટિક કરવું પડશે. 

7/9
Proceed for Data update request
Proceed for Data update request

હવે Data Update Requestનું પેજ ખુલશે. અહીં માંગવામાં આવેલી જાણકારી ભરવી પડશે. આ જાણકારી આપ્યા બાદ સબમિટ કરશો તો સમગ્ર માહિતી ફરી એકવાર તમારી સામે આવશે. તેમાં કોઇ ભૂલ નજરે પડે તો તેને સુધારી શકાય છે. 

8/9
Need to provide Document for Aadhaar Update
Need to provide Document for Aadhaar Update

તમારી જાણકારી સબમિટ કર્યા બાદ તમારે Document Upload ના પેજ પર જવું પડશે. અહીં સેક્શનમાં તમારે ભરવું પડશે કે ફેરફાર માટે કયા ડોક્યુમેંટ તમે પ્રોવાઇડ કરાવી રહ્યા છો. તેની એક સોફ્ટ કોપી પણ એટેચ કરવી પડશે.  

9/9
Select your BPO service provider for Aadhaar Update
Select your BPO service provider for Aadhaar Update

અલગ પેજ પર તમને બીપીઓ સર્વિસ પ્રોવાઇડરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તેને સબમિટ કરીને પોતાની રિક્વેસ્ટ સેંડ કરી દો. ત્યારબાદ તમારા મોબાઇલ પર અપડેટ થયું હોવાનો એક મેસેજ આવશે. આ મેસેજમાં એક URN નંબર આપવામાં આવ્યો હશે. તેનાથી તમે તમારી રિક્વેસ્ટને ટ્રેક કરી શકો છો. 





Read More