PHOTOS

લોકોને બચાવવા રીવાબા પૂરના પાણીમાં ઉતર્યા, કમર સુધીના પાણીમાં કર્યું રેસ્ક્યૂ, PHOTOs

ivaba Jadeja Gujarat Floods: જામનગરમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ છે. પૂરના પાણીમાં તારાજીના આકાશી દ્રશ્યો સામે આવતા જ ધ્રાસ્કો...

Advertisement
1/5
ફાયરની ટીમ સાથે ધારાસભ્ય રીવાબાએ બચાવ કાર્ય કર્યું
ફાયરની ટીમ સાથે ધારાસભ્ય રીવાબાએ બચાવ કાર્ય કર્યું

વોર્ડ નંબર 2માં ધારાસભ્ય રીવાબા જાડેજા ખુદ બચાવ કાર્યમાં જોડાયા હતા. ફાયરની ટીમ સાથે ધારાસભ્ય રીવાબાએ બચાવ કાર્ય કર્યું. ધારાસભ્ય રીવાબાએ કેડ સમા પાણીમાં ઉતારીને લોકોને બચાવ્યા. જામનગરમાં પૂરની સ્થિતિને લઈને નેતાઓ સતત લોકોને સંપર્કમાં છે. અનેક વિસ્તારોમાં એક માળ ડૂબી જાય તેટલું પાણી ભરાયું. આ વચ્ચે રીવાબા પાણીમાં ઉતરતા લોકો તેમના વખાણ કરી રહ્યાં છે. રીવાબાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.   

2/5
લોકોએ રીવાબાના વખાણ કર્યાં
લોકોએ રીવાબાના વખાણ કર્યાં

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્કયુ કરવામા આવી રહ્યું છે. તેમજ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. નવાગામ ઘેડ વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે ધારાસભ્ય રીવાબા જાડેજા સ્થળ પર પહોચ્યા હતા. અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રને મદદરૂપ થઈ રહ્યા છે.  

3/5
રીવાબાએ રેસ્ક્યૂનો વીડિયો શેર કર્યો 
રીવાબાએ રેસ્ક્યૂનો વીડિયો શેર કર્યો 

રિવાબા જાડેજાએ બુધવારે એક પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને રેસ્ક્યૂ ઓપરેશન માટે જરુરી નિર્દેશ આપ્યા. રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કમર સુધી પુરના પાણીથી ભરેલી શેરીમાં ફરતા દેખાયા અને લોકો સાથે મુલાકાત કરી હતી. રિવાબા જાડેજાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, પ્રકૃતિને પહોંચી ન વળીએ પણ આપણા લોકોનો બચાવ કરી મદદ તો જરૂર કરી શકીએ.

4/5
જામનગરમાં ભારે તારાજી
જામનગરમાં ભારે તારાજી

જામનગરમાં વરસાદી વાતવરણ યથાવત છે. પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો રડાવી દે તેવા છે. ઘાંચીની ખડકી વોર્ડ 12ના પાસે ટ્રક તણાઇને આવ્યો. અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાયા. અનેક ઘરો પણ ધરાશયી થયા છે.

5/5
સતત પાંચમાં દિવસે ધોધમાર વરસાદ 
સતત પાંચમાં દિવસે ધોધમાર વરસાદ 

જામનગરમાં સતત પાંચમા દિવસે ધોધમાર વરસાદ છે. સત્યમ કોલોની વિસ્તારમાં અન્ડર બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. સમર્પણ સર્કલ તરફ જવાનો રસ્તો બંધ હાલતમાં છે. JMC દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા અન્ડર બ્રિજમાં પાણી ભરાયા છે. આવામાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય ચાલુ વરસાદમાં મેદાન છે. JMC તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. આજે વરસાદ ઓછો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા. 





Read More