PHOTOS

INTER MARRIAGE IN BOLLYWOOD: ધર્મની દીવાલ તોડીને બોલિવૂડના આ 5 સ્ટાર્સે કર્યા લગ્ન

ાય છે કે પ્રેમની સામે કોઈની તાકાત કામ કરતી નથી. પ્રેમ કોઈ ધર્મ, જાતિ જોઈને નથી થતો, બસ થાય છે અને તમને બોલિવૂડના કોરિડોરમાં પણ આવા જ ઉદ...

Advertisement
1/5

1. Shah Rukh Khan and Gauri Khan: બોલિવૂડના કિંગ ખાન અને તેની બેગમની લવસ્ટોરી જાણીતી છે. બંને બોલિવૂડની ફેવરિટ કપલ છે. એક સમયે બંને વચ્ચે ધર્મની વિશાળ દિવાલ હતી. ગૌરી હિંદુ હતી અને શાહરૂખ મુસ્લિમ હતો. શાહરૂખ માટે ગૌરીના પરિવારના સભ્યોને મનાવવા ખૂબ મુશ્કેલ હતું. તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું. શાહરૂખના પ્રેમને જોઈને ગૌરીના પરિવારના સભ્યોએ તેની સામે ઝુકવું પડ્યું અને બંનેએ વર્ષ 1991માં લગ્ન કરી લીધા.

2/5

2. Vicky kaushal and katrina kaif:  બોલિવૂડના મોસ્ટ હેપનિંગ કપલમાં વિકી અને કેટરિનાનું નામ સામેલ છે. બંનેએ 9 ડિસેમ્બર 2021ના રોજ સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

3/5

3. Kareen Kapoor and Saif ali khan: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને બોલિવૂડનું સૌથી હોટ કપલ માનવામાં આવે છે. બંને માટે સાથે આવવું સરળ નહોતું કારણ કે કરીના સૈફ કરતા ઘણી નાની હતી, પરંતુ તે સમયે બંને એકબીજા વિશે વિચારતા હતા. તેમના પ્રેમને લોકોના ટોણા અને સમાજની વાતોથી ઉપર રાખીને 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે કરણી સૈફની બીજી પત્ની છે.

 

4/5

4.  Riteish and Genelia D Souza: બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ હિંદુ છે જ્યારે તેની પત્ની જેનેલિયા ડિસોઝા ખ્રિસ્તી છે. બંનેએ દુનિયાથી છુપાઈને 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જે બાદ બંનેએ 3 ફેબ્રુઆરી 2012ના રોજ લગ્ન કરી લીધા હતા.

5/5

5.Manoj Bajpayee and Shabana Raza : બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતા મનોજ બાજપેયીએ પણ ધર્મની તમામ સાંકળો તોડીને પોતાની મુસ્લિમ પત્ની શબાના રઝા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક સુંદર પુત્રી પણ છે.





Read More