PHOTOS

બે બાળકોની માતાના પ્રેમમાં પડ્યો આ ભારતીય ક્રિકેટર, લગ્નના 8 વર્ષ બાદ લીધા છૂટાછેડા

e Story: ઇન્ડિયન ક્રિકેટર શિખર ધવન જેટલો તેની બેટિંગને લઇને ચર્ચામાં છે એટલો જ તે તેની પર્સનલ લાઈફને લઇને પણ ચર્ચામાં રહે છે. ...

Advertisement
1/5

આયશા મુખર્જી એક એન્ગ્લો ઇન્ડિયન છે અને તેનો જન્મ પશ્ચિમ બંગાળમાં થયો હતો. આયશા માત્ર 8 વર્ષની હતી જ્યારે તેનો પરિવાર ઓસ્ટ્રેલિયા સિફ્ટ થઈ ગયો હતો. આયશાને સ્પોર્ટ્સ પ્રત્યે ખુબ જ પ્રેમ હતો જેને તેને કિકબોક્સિંગમાં પોતાનું ઝૂનુન શોધવામાં મદદ કરી. આયશા એક પ્રશિક્ષિત કિકબોક્સર અને સ્પોર્ટ્સની દીવાની છે.

2/5

શિખર ધવન અને આયશા મુખર્જી ઇન્ટરનેટના કારણે એકબીજાને મળ્યા હતા. ફેસબુક પર શિખર અને આયશા વચ્ચે હરભજનસિંહ ખાસ મિત્ર હતા. જે બાદ તેમની ફેસબુક મિત્રતા એક પ્રેમ કહાનીમાં બદલાઈ ગઈ.  

3/5

શિખર ધવન અને આયશા મુખર્જીએ 2012 માં શીખ વિધીથી લગ્ન કર્યા હતા. આ કપલે 2014 માં જોરાવરને જન્મ આપ્યો. જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્સમેને તેના પહેલા લગ્નથી આયશાની બે દીકરીઓને દત્તક લીધી હતી.

4/5

ધવન પહેલા આયશા મુખર્જીના લગ્ન એક ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે થયા હતા. તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ પેદા થઈ ગઈ, જે બાદ આયશાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા.

5/5

આયશા ધવનથી 10 વર્ષ મોટી છે. આયશા મુખર્જીએ 6 સપ્ટેમ્બર 2021 ના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી શિખર ધવન સાથે છૂટાછેડાની વાત ફેન્સ સાથે શરે કરી હતી.





Read More