PHOTOS

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેનના પ્રથમ લૂકની તસવીરો જાપાને કરી જાહેર

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સ્વપ્ન થશે સાકાર. બુલેટ ટ્રેનના પ્રથમ લુકની તસવીરો જાહેર

...
Advertisement
1/5
નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બૂલેટ ટ્રેન
નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે બૂલેટ ટ્રેન

508 કિમી લાંબા અમદાવાદ-મુંબઈ રૂટ પર દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સ્વપ્ન પીએમ મોદીએ જોયું હતું. કામકાજમાં બધું જ બરાબર રહ્યું તો વર્ષ 2023 માં સ્વપ્ન સાકાર થઈ જશે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડશે. 

2/5
વિવાદોથી ઘેરાયેલો બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ
વિવાદોથી ઘેરાયેલો બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સીધી અને આડકતરી રીતે 90 હજારથી વધુ રોજગાર ઉપલબ્ધ થયાનો દાવો કરવામાં આવ્યો છે. કુલ 1.08 લાખ કરોડના પ્રસ્તાવિત ખર્ચમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે. 

3/5
7 કલાકની સફર માત્ર 2.5 કલાકમાં થશે
7 કલાકની સફર માત્ર 2.5 કલાકમાં થશે

હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલમાર્ગે 7 થી 12 કલાક જેટલો સમય લાગે છે, જે બુલેટ ટ્રેનથી ઘટીને 2.5 કલાક થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે જ્યારથી આ પ્રોજેકટની જાહેરાત થઈ ત્યારથી જ અનેક વિવાદ અને અવરોધ સામે આવ્યા છે. પણ આ તમામ અવરોધો પાર કરીને ડિસેમ્બર 2023માં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આશાવાદ જાપાને વ્યક્ત કર્યો છે. 

4/5
સીઆર પાટીલના મધ્યસ્થી બાદ જમીન સંપાદનનો મુદ્દો ઉકેલાયો
સીઆર પાટીલના મધ્યસ્થી બાદ જમીન સંપાદનનો મુદ્દો ઉકેલાયો

તાજેતરમાં જ આ પ્રોજેક્ટ માટેના જમીન સંપાદન વિવાદનો ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારના રાજકીય વિરોધની આ પ્રોજેક્ટ પર અસર નહિ પડે તો આ સ્વપ્ન 2023માં સાકાર થતું ચોક્કસ જોવા મળશે. જેનો સીધો લાભ અમદાવાદ અને ગુજરાતના લોકોને મળશે.

5/5
508 કિલોમીટર લાંબો રુટ
508 કિલોમીટર લાંબો રુટ

ભારતીય રેલવેને 508 કિલોમીટર લાંબી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલવે કોરિડોર માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમામ અપેક્ષિત વન્યજીત, વાનિકી અને તટીય વ્યવહારની મંજૂરી મળી ગઈ છે. મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પૂરા કરવાની પ્રારંભિત સમયમર્યાદા 2023 છે.





Read More