PHOTOS

Ind Vs Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં અનેક રેકોર્ડની લાગી વણઝાર

યેલી બીજી વન-ડે મેચમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા. ભારતે સતત પાંચમી વન-ડેમાં 300થી વધારે રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. વન-ડેમાં...

Advertisement
1/4
લોકેશ રાહુલે કારકિર્દીની પાંચમી સદી ફટકારી
લોકેશ રાહુલે કારકિર્દીની પાંચમી સદી ફટકારી

લોકેશ રાહુલ (Lokesh Rahul) ટી-20 સિરીઝમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. જેમાં તેના નામે 4 મેચમાં 15 રન હતા. જ્યારે બે વખત તો શૂન્ય પર આઉટ થયો હતો. એવામાં વન-ડે (ODI) સિરીઝમાં તેની પસંદગી પર શંકા હતી. જોકે વિરાટ કોહલી (Virat Kohli) અને કોચે તેનો બચાવ કર્યો હતો. રાહુલે તેની પસંદગીને સાર્થક કરતાં બીજી વન-ડેમાં સદી ફટકારી. તેણે 114 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 108 રન બનાવ્યા. તેની સાથે જ તેણે પોતાની સદીનો આંકડો 5 પર પહોંચાડી દીધો છે. પહેલી વન-ડેમાં પણ રાહુલે અર્ધસદી ફટકારી હતી.

2/4
રિષભ પંતે બાઉન્ડ્રીથી 50 રન બનાવ્યા
રિષભ પંતે બાઉન્ડ્રીથી 50 રન બનાવ્યા

રિષભ પંતે (Rishabh Pant) ટેસ્ટ અને ટી-20 સિરીઝ પછી વન-ડે સિરીઝમાં પણ પોતાનું કૌવત ઝળકાવ્યું. બીજી વન-ડેમાં (ODI) તેને શ્રેયસ ઐય્યરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પાંચમા નંબર પર બેટિંગ કરવા આવેલા પંતે 40 બોલમાં 3 ચોક્કા અને 7 સિક્સની મદદથી 71 રન બનાવ્યા. જેમાં 54 રન તો માત્ર બાઉન્ડ્રીની મદદથી બનાવ્યા. 17 વન-ડે મેચ રમી ચૂકેલા પંતની આ બીજી અર્ધસદી છે.

3/4
જોની બેરસ્ટોએ વિરાટ કોહલીને પાછળ છોડ્યો
જોની બેરસ્ટોએ વિરાટ કોહલીને પાછળ છોડ્યો

ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટોએ ભારત સામે સિરીઝની બીજી વન-ડેમાં શાનદાર સદી ફટકારી. તેણે ઈનિંગ્સની 31મી ઓવરના પહેલા બોલે સિક્સ ફટકારીને પોતાની સદી પૂરી કરી. બેરસ્ટોની આ કારકિર્દીની 11મી સદી રહી. અને તેણે વન-ડેની સૌથી ઈનિંગ્સમાં 11 સદી ફટકારવાના મામલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. બેરસ્ટોએ 11 વન-ડે સદી બનાવવા માટે 78 ઈનિંગ્સ રમી. જ્યારે વિરાટ કોહલીએ 82 ઈનિગ્સમાં 11 વન-ડે સદી પૂરી કરી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા ટોપ પર છે. તેણે 64 ઈનિંગ્સમાં 11 વન-ડે સદી ફટકારી હતી. તેના પછી ક્વિન્ટન ડિ કોક 65 ઈનિંગ્સ અને પાકિસ્તાનના બાબર આઝમની 71 ઈનિંગ્સનો સમાવેશ થાય છે.

4/4
પાવર પ્લેમાં ટીમ ઈન્ડિયાની સૌથી ખરાબ બોલિંગ
પાવર પ્લેમાં ટીમ ઈન્ડિયાની સૌથી ખરાબ બોલિંગ

ટીમ ઈન્ડિયાએ બીજી વન-ડેમાં પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટે 336 રનનો જંગી સ્કોર ઉભો કર્યો. ટીમે સતત પાંચમી વખત મેચમાં 300થી વધારે રન બનાવ્યા. પરંતુ તેમ છતાં ટીમ 2020માં અડધાથી વધારે વન-ડે મેચ હારી છે. તેનું સીધું કારણ પાવર પ્લે એટલે પહેલી 10 ઓવરમાં વિકેટ ન લઈ શકવું છે. વન-ડે સિરીઝની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયા પહેલી 10 ઓવરમાં એક વિકેટ લઈ શકી નથી. બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે લક્ષ્યનો પીછો કરતાં 10 ઓવરમાં 59 રન બનાવ્યા. અને કોઈ વિકેટ ગુમાવી નહી. તો પહેલી વન-ડે મેચમાં વિના વિકેટે 89 રન બનાવ્યા હતા. જોકે પહેલી મેચમાં સારી રનરેટ હોવા છતાં પણ ઈંગ્લેન્ડની ટીમ મેચ હારી ગઈ હતી. જ્યારે બીજી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડે બાજી મારી લીધી હતી.





Read More