PHOTOS

World Cup 2019: આ છે વિશ્વકપ ઈતિહાસના 5 મહાન બેટ્સમેન

ેલ્સમાં આઈસીસી વિશ્વકપની શરૂઆત થઈ રહી છે. ભારતીય ટીમ 5 જૂને આફ્રિકા વિરુદ્ધ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરવાની છે. ત્યારે આજે આપણે વિ...

Advertisement
1/5
સચિન તેંડુલકર
સચિન તેંડુલકર

ભારતના સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. તે વિશ્વકપનો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 45 મેચોમાં 56.95ની એવરેજથી 2278 રન બનાવ્યા છે. તેમાં 6 સદી અને 15 અડધી સદી સામેલ છે. સચિન તેડુંલકરે 2003ના વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ યાદગાર 98 રનની ઈનિંગ રમી હતી. 

2/5
રિકી પોન્ટિંગ
રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિશ્વકપની પાંચ સિઝનમાં કુલ 46 મેચ રમી છે અને 45.86ની એવરેજથી 1743 રન બનાવ્યા છે. તેમાં પાંચ સદી અને છ અડધી સદી સામેલ છે. 2003ના વિશ્વકપ ફાઇનલમાં તેણે ભારત વિરુદ્ધ 140 રન ફટકાર્યા હતા.   

3/5
કુમાર સાંગાકારા
કુમાર સાંગાકારા

શ્રીલંકાના કુમાર સાંગાકારાની વિશ્વના સૌથી શાનદાર બેટ્સમેનોમાં ગણના થાય છે. વિશ્વ કપમાં તેણે 35 મેચોમાં 56.74ની એવરેજથી 1532 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 7 અડધી સદી સામેલ છે. 

4/5
એડમ ગિલક્રિસ્ટ
એડમ ગિલક્રિસ્ટ

ઓસ્ટ્રેલિયાના તોફાની વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે વિશ્વ કપની 31 મેચોમાં 36.16ની એવરેજથી 1085 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 8 અડધી સદી સામેલ છે. તેની સ્ટ્રાઇક રેટ 98.01ની રહી છે. 2007ના વિશ્વકપ ફાઇનલમાં તેણે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર 149 રનની ઈનિંગ રમી હતી. 

5/5
બ્રાયન લારા
બ્રાયન લારા

વેસ્ટ ઈન્ડિઝ માટે નંબર-4 પર બેટિંગ કરનારા બ્રાયન લારાએ 1992-2007 સુધી 5 વિશ્વકપમાં ભાગ લીધો હતો. આ દરમિયાન લારાએ 34 મેચોમાં 42.74ની એવરેજથી 1225 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને 7 અડધી સદી સામેલ છે. 





Read More