PHOTOS

બોરસદ પાસે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત : કારનું એવુ પડીકું વળ્યું કે જીવ બચાવવા યુવકો બહાર નીકળી જ ન શક્યા

uck collision : આણંદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થય...

Advertisement
1/6

આણંદના બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. 

2/6

રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ત્રણ યુવાનોને અંદર જ મોત મળ્યુ હતું. 

3/6

કાર એટલી હદે ક્ષતવિછત થઈ ગઈ હતી કે, જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા.   

4/6

ત્રણ કલાકની જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણેણ યુવાનો બોરસદના જંત્રાલના વતની છે. હાલ ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

   

5/6
6/6




Read More