PHOTOS

Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ

n 2024: હોળીના તહેવારની લોકો આખુ વર્ષ રાહ જુએ છે. ક્યાં ક્યાં તો હોળી એક મહિના પહેલાં જ હોળીની ધૂમ મચી જાય છે. વૈદિક પંચાગના અનુસાર ફાગ...

Advertisement
1/5
નવપરણિત દુલ્હન
નવપરણિત દુલ્હન

શાસ્ત્રોના અનુસાર લગ્ન બાદ પહેલીવાર સાસરીએ આવેલી નવવધુએ હોલિકા દહન ન જોવું જોઇએ. આ શુભ ગણવામાં આવતું નથી. કહેવામાં અવે છે તેનાથી લગ્નજીવનમાં ઘણા સંકટો આવી શકે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

2/5
ગર્ભવતી મહિલા
ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હોલિકાની પરિક્રમા કરવું અશુભ ગણવામાં આવે છે. તેનાથી દોષ લાગી શકે છે અને બાળકો પર અશુભ પ્રભાવ પડી શકે છે. જે તેમના જીવનમાં વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે. 

3/5
નવજાત બાળક
નવજાત બાળક

શાસ્ત્રોના અનુસાર નવજાત શિશુને પણ હોલિકા દહન બતાવવું ન જોઇએ. આમ કરવાથી તમારા બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. નેગેટીવ એનર્જીનો અસર શિશુ પર થઇ શકે છે. કહેવામાં આવે છે કે હોલિકા દહનમાં બધા પોતાની નકારાત્મકતાની આહૂતિ આપવા આવે છે. 

4/5
સાસુ અને વહુ
સાસુ અને વહુ

એવું કહેવાય છે કે સાસુ અને વહુએ ક્યારેય એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ. આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરમાં પરેશાનીઓ વધવાની પણ સંભાવના છે.

5/5
એકના એક સંતાનવાળા માતા પિતા
એકના એક સંતાનવાળા માતા પિતા

જે માતા-પિતાનું એક જ સંતાન હોય તેમણે હોલિકા દહનની અગ્નિ જોવાનું ટાળવું જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)   





Read More