PHOTOS

Muhammad Bin Tughlaq માટે બની ખાસ ડિશ, અને આ રીતે ભારતમાં થઈ સ્વાદના સમ્રાટ સમોસાની એન્ટ્રી...

સ્તાની દુકાનમાં જાઓ તો તમને સમોસું મળશે. દરેક ભારતીયોની પહેલી પસંદ બનેલું સમોસું મુળ ભારતનું નથી. સ્વાદનો સમ્રાટ કહેવાતું સમોસું મ...

Advertisement
1/7
આવી રીતે ભારતમાં સમોસાએ મારી એન્ટ્રી
આવી રીતે ભારતમાં સમોસાએ મારી એન્ટ્રી

13મી અને 14મી સતાબ્દીના સમયમા દિલ્લી પર મુસ્લિમ શાસક મહમ્મદ બિન તુગલકનું રાજ હતું.ત્યારે તુગલકના શોખને ધ્યાનમાં રાખી અનેક વાનગીયો બનાવવા અનેક દેશના રસોયા રાખવામાં આવ્યા હતા.જેમાં મધ્યપૂર્વના રસોયાને  સુલતાન માટે કંઈક નવું બનાવવાનું કહેવામાં આવ્યું હતું.ત્યારે રસોયાએ સમોસું બનાવી સુલતાનને પીરસ્યું હતું.ત્યારેથી ભારતમાં સમોસાની એન્ટ્રી થઈ હતી.અને સમોસાનું શાહી ભોજનમાં સમાવેશ થઈ ગયો.રાજ દરબારમાં આવતા મહેમાનોને પણ સમોસા પિરસાતા હતા.

 

 

Happy BirthDay Ahmedabad: કેવી રહી શહેરની 6 સદીની સફર...અમદાવાદ કલ, આજ ઔર કલ...

 

2/7
મધ્ય પૂર્વના દેશોમાં સમોસાની થઈ શરૂઆત
મધ્ય પૂર્વના દેશોમાં સમોસાની થઈ શરૂઆત

ભારતથી ખુબ જ દુર આવેલા પૂર્વના દેશોમાં સમોસાનો જન્મ થયો હતો.10મી સદીમાં મધ્ય પૂર્વના દેશોમાં સમોસા વિકસીત થઈ રહ્યા હતા.સમાસા ક્યારે બન્યા તેની કોઈ ચોક્કસ તારીખ નથી.પરંતુ ઈરાનની નજીક કોઈ વિસ્તારમાં તેની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.10મી સદીમાં પૂર્વના દેશોમાં લાંબા સફર થતા હતા.જેમાં સાથે ખાવા માટે સમોસા લઈ જવામાં આવતા હતા.

 

 

FIRST INDIAN WOMEN WRESTLER: WWE માં ભારતની 'લેડી ખલી' એ મચાવી ખલબલી, જાણો દેશની પહેલી મહિલા રેસલરની કહાની
3/7
આગ પર સેકવામાં આવતા હતા સમોસા
આગ પર સેકવામાં આવતા હતા સમોસા

અત્યારે તો સમોસાને તેલમાં તળવામાં આવે છે.પરંતુ પહેલા સમોસાને આગ પર સેકવામાં આવતા હતા.લાંબી મુસાફરીમાં ખાવ માટે સમોસા લઈ જવામાં આવતા હતા.ત્યારે જ્યાં રાતવાસો કરવામાં આવે ત્યાં આગ લગાવી તેમાં સમોસાને સેકીને ખાવામાં આવતા હતા.તે સમયના સમોસા થોડા અલગ હતા.

 

 

Best Wedding Destination in India: શાહી અંદાજમાં કરવા માંગો છો લગ્ન, તો ક્યાંય નહીં મળે આનાથી સારી જગ્યા
4/7
ફારસી શબ્દ સંબુશ્ક પરથી આવ્યું સમોસું
ફારસી શબ્દ સંબુશ્ક પરથી આવ્યું સમોસું

સમોસા નામ મુળ ફારસી શબ્દ સંબુશ્ક પરથી પડ્યું છે.સમોસાનો ઉલ્લેખ પહેલી વખત 11મી સદીમાં ફારસી ઇતિહાસકાર અબુલ ફઝલ બેહાકીના લેખમાં જોવા મળે છે. તેમણે ઇરાનના ગઝનવી સામ્રાજ્યના શાહી દરબારમાં રજૂ કરવામાં આવેલા ફરસાણનો ઉલ્લેખ કર્યો હતો.જ્યાં ધીરે ધીરે રેતીના રણમાંથી થઈને ભારત સહિત સમગ્ર એશિયામાં સમોસાએ એન્ટ્રી મારી.

 

LOVE IS FRIENDSHIP: શું તમને તમારા BEST FRIEND સાથે થયો છે પ્રેમ? આ છે સંકેત, આ રીતે કરો તમારા દિલની વાત...
5/7
પહેલાં બટાટાના નહોંતા બનતા સમોસા
પહેલાં બટાટાના નહોંતા બનતા સમોસા

સમય સાથે સમોસાના સ્વરૂપ પણ બદલાતા  રહ્યા છે.અત્યારે સમોસામાં બટાટાનો ઉપયોગ થાય છે.પરંતુ પહેલા સમોસામાં માસ, ઘી અને ડુંગરીનો ઉપયોગ થતો હતો.જેથી માસ ખાનારને તો આ ખુબ જ પસંદ આવતા હતા.પરંતુ શાકાહારી લોકોથી આ સ્વાદિષ્ટ સમોસા દુર હતા.જેથી એવું માનવામાં આવે છે સૌથી પહેલા ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યું હતું.જે લોકોને એટલું પસંદ આવ્યું કે આજે પણ સૌનું ફેવરીટ છે.

 

 

Taj Mahal માં બોમ્બની ખબર, જાણો શા માટે ક્યારેક લીલા કપડાંથી, ક્યારેક લાકડાંથી તો ક્યારેક ઝાડ-પાનથી તાજમહેલને છુપાવવો પડ્યો
6/7
શાહી ભોજનથી ગલિયોમાં છવાઈ ગયા સમોસા
શાહી ભોજનથી ગલિયોમાં છવાઈ ગયા સમોસા

એક વાર સમોસાની મુલાકાત બટાટા સાથે ગઈ એટેલ તે દરેક વ્યક્તિની પહેલી પસંદ બની ગયા.હરકોઈ સમોસા ખાવા માટે આતુર થઈ ગયા હતા.જેથી ક્યારેક માત્ર શાહી ભોજનની વાનગી ગણાતી હતી તે સમોસા શેરીમાં વેચાવા લાગ્યા.

 

 

આયશાનો આ અંતિમ સંવાદ સાંભળીને જલ્લાદ પણ રડી પડે...જાણો મોતના ઠીક પહેલાં આયશાના મનમાં શું ચાલતું હતું...

 

7/7
દેશ જ નહીં પણ વિદેશમાં પણ ધૂમ મચાવે છે સમોસા
દેશ જ નહીં પણ વિદેશમાં પણ ધૂમ મચાવે છે સમોસા

આટલા વર્ષો બાદ લોકોના દિલમાં સમોસા જગ્યા બનાવીને બેઠા છે.આજે સમોસાની અનેક વેરાયટીઓ પણ જોવા મળે છે.હૈદરાબાદમાં આજે પણ માસાહારી સમોસા મળે છે.તો દક્ષિણ ભારતમાં સમોસામાં વિવિધ શાક નાખવામાં આવે છે.તો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સમોસાની બોલબાલા છે.ઈઝરાયલ, પોર્ટુગલ, બ્રાઝિલ, અને અરબ દેશોમાં વિવિધ પ્રકારના સમોસા જોવા મળે છે.અને તેને ખુબ શોખથી ખાવામાં પણ આવે છે.

 

 

Company Logo: કેમ AMAZON ના લોગોમાં નીચે તીર જેવું નિશાન છે? શું કાંકરીયાની ડિઝાઈન અને SBIના લોગોનું છે કોઈ કનેકશન?




Read More