PHOTOS

પટૌડી પેલેસને ટક્કર મારે તેવા ભવ્ય અને સુંદર પેલેસ છે ગુજરાતમાં, આજ સુધી નથી જોયા તો જોઈ લો આ તસવીરો

ujarat: ભારતીય ઇતિહાસમાં પ્રાચીનકાળથી લઈને મધ્યકાળ સુધી અનેક રાજાઓ અને શાસકોએ પોતાના શાસનકાળમાં સુંદર અને ભવ્ય મહેલોનું નિર્મા...

Advertisement
1/9
લક્ષ્મીવિલાસ પેલેસ, વડોદરા
લક્ષ્મીવિલાસ પેલેસ, વડોદરા

વડોદરા શહેરમાં આવેલું લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતનું સૌથી મોટો પેલેસ છે. આ પેલેસનું બાંધકામ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયું હતું. આ મહેલમાં ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રો જોવા મળે છે.  

2/9
આઈના મહેલ, ભુજ
આઈના મહેલ, ભુજ

કચ્છના ભુજમાં આવેલો આઈના મહેલ મહારાજા લખપતસિંહ એ બંધાવ્યો હતો. આઈના મહેલની દીવાલો આરસની છે અને તેના પર અરીસાઓ લગાડવામાં આવેલા છે.

3/9
દોલત વિલાસ પેલેસ, ઈડર
દોલત વિલાસ પેલેસ, ઈડર

ઈડરની અરવલ્લી પર્વતમાળા પાસે આવેલો આ મહેલ મહારાજા દોલતસિંહ એ બંધાવ્યો હતો. દોલત વિલાસ પેલેસને લાવાદુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

4/9
નવલખો મહેલ, ગોંડલ
નવલખો મહેલ, ગોંડલ

ગોંડલમાં આવેલા નવલખા મહેલનું નિર્માણ 17મી સદીમાં થયું હતું. તે સમયે આ મહેલનું બાંધકામ અંદાજે 9 લાખ રૂપિયામાં થયું હતું. 

5/9
રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર
રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર

વાંકાનેરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ પણ જોવા જેવી જગ્યા છે. વાંકાનેરની ટેકરી પર વાંકાનેરના રાજવી અમરસિંહે આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. આ પેલેસ પર ઇટાલિયન ડચ અને યુરોપિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.  

6/9
પ્રાગ મહેલ, ભુજ
પ્રાગ મહેલ, ભુજ

પ્રાગ મહેલનું નિર્માણ રાવ પ્રાગમલજીએ શરૂ કરાવ્યું હતું અને આ મહેલનું નિર્માણકાર્ય ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું. આ મહેલમાં 45 ફૂટ ઊંચા ટાવર આવેલા છે જ્યાંથી આખું ભુજ શહેર દેખાય છે. 

7/9
વિજય વિલાસ પેલેસ, માંડવી
વિજય વિલાસ પેલેસ, માંડવી

કચ્છ જિલ્લાના માંડવીના દરિયા કિનારે વિજય વિલાસ પેલેસ આવેલો છે. આ પેલેસનું નિર્માણ વિજયસિંહજીએ કરાવ્યું હતું. જેના માટે તેમણે જયપુરથી કારીગરો બોલાવ્યા હતા. આ પેલેસમાં બોલીવુડની સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ શૂટિંગ પણ થયું છે.

8/9
મોતીશાહી મહેલ, અમદાવાદ
મોતીશાહી મહેલ, અમદાવાદ

અમદાવાદ ખાતે આવેલા મોતીશાહી મહેલની સ્થાપના શાહજહાંએ કરી હતી. આ પેલેસમાં નયન રમ્ય બગીચા આવેલા છે..આ મહેલના એક ખંડનો ઉપયોગ રવિન્દ્રનાથ ટાગોરે અધ્યયન માટે કર્યો હતો તે ખંડને આજે ટાગોર સ્મૃતિ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના આ મહેલને 1975 થી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે.

9/9
રાજવંત મહેલ, રાજપીપળા
રાજવંત મહેલ, રાજપીપળા

આ મહેલનું નિર્માણ 1915 માં રાજા વિજયસિંહજીએ કરાવ્યું હતું. આ મહેલ યુરોપિયન સ્ટાઈલથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રોમ અને ગ્રીક કારીગરીની ઝલક જોવા મળે છે. 





Read More