PHOTOS

આ ભારતીય અભિનેત્રીઓએ લગ્ન માટે પોતાનો ધર્મ બદલ્યો, નામ બદલી કર્યા મેરેજ

ligion for marriage: બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા પરીણિત કપલ છે જેનો ધર્મ અલગ-અલગ છે. આ કપલ પોત-પોતાના ધર્મને માને છે અને પો...

Advertisement
1/6
હેમા માલિની
હેમા માલિની

હેમા માલિની એક તમિલ અયંગાર પરિવારમાંથી આવે છે. હેમા માલિનીની મુલાકાત ધર્મેન્દ્ર સાથે 970માં ફિલ્મ 'તુમ હસીન મૈં જવાન'ના સેટ પર થઈ હતી, જ્યાં બંનેના પ્રેમની શરૂઆત થઈ હતી. ધર્મેન્દ્ર પહેલાથી પરીણિત હતા અને ચાર બાળકોના પિતા હતા. ધર્મેન્દ્રની પ્રથમ પત્નીએ છૂટાછેડા આપવાની ના પાડી હતી. તેવામાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ઇસ્લામ અપનાવ્યો અને 1979માં લગ્ન કર્યા હતા. ધર્મ પરિવર્તન બાદ ધર્મેન્દ્રનું નામ દિલાવર ખાન અને હેમા માલિનીનું નામ આયશા બી થયું હતું. (ફોટો સાભારઃ Instagram@dreamgirlhemamalini) 

 

2/6
અમૃતા સિંહ
અમૃતા સિંહ

80 અને 90ના દાયકાની જાણીતી અભિનેત્રી અમૃતા સિંહે અભિનેતા સેફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતા. અમૃતા ઉંમરમાં સેફ કરતા 12 વર્ષ મોટી હતી. અમૃતા એક શીખ પરિવારમાંથી આવતી હતી, પરંતુ લગ્ન માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. (ફોટો સાભારઃ Instagram@saraalikhan95) 

3/6
આયશા ટાકિયા
આયશા ટાકિયા

વોન્ટેડ ટાર્ઝનઃ ધ વન્ડર કાર, નો સ્મોકિંગ, સલામ-એ-ઈશ્ક જેવી ફિલ્મો આપનારી અભિનેત્રી આયશા ટાકિયાના માતા એંગ્લો ઈન્ડિયન છે અને પિતા ગુજરાતી હિન્દુ. આયશા ટાકિયાએ બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કરવા પોતાનો ધર્મ બદલ્યો. આયશાએ માત્ર 23 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં હતા અને ત્યારબાદ ફિલ્મી કરિયર છોડી દીધું હતું. (ફોટો સાભારઃ Instagram@abufarhanazmi) 

4/6
દીપિકા કક્કડ
દીપિકા કક્કડ

'સસુરાલ સિમર કા' ટીવી અભિનેત્રી દીપિકા કક્કડે 2011માં રોનક સેમસન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ત્યારબાદ 2018માં દીપિકાએ પોતાના કો-સ્ટાર શોએબ ઇબ્રાહિમ સાથે નિકાહ કર્યાં. શોએબ સાથે લગ્ન કરવા માટે અભિનેત્રીએ પોતાનો ધર્મ બદલ્યો અને દીપિકાઝી ફૈઝા થઈ હતી. (ફોટો સાભારઃ Instagram@shoaib2087)  

5/6
શર્મિલા ટાગોર
શર્મિલા ટાગોર

અભિનેત્રી શર્મિલા ટાગોર પણ એક હિન્દુ બંગાળી પરિવારમાંથી આવે છે. શર્મિલા ટાગોરને જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન મંસૂર અલી ખાન સાથે પ્રેમ થયો તો તેણે લગ્ન માટે દરેક હદો પાર કરી દીધી હતી. શર્મિલા ટાગોરે મંસૂર અલી ખાન સાથે લગ્ન કરવા માટે ધર્મ બદલી નાખ્યો હતો. અભિનેત્રી આયશા સુલ્તાના બની હતી, ત્યારબાદ બંનેએ નિકાહ કર્યાં હતા. (ફોટો સાભારઃ  Instagram@sabapataudi) 

6/6
રાખી સાવંત
રાખી સાવંત

વિવાદોની ક્વીન રાખી સાવંતે પોતાના કરિયરની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. તેણે 2019માં પહેલા રિતેશની સાથે લગ્નની જાહેરાત કરી હતી, પરંતુ 2022માં બંને અલગ થયા હતા. ત્યારબાદ રાખીના જીવનમાં આદિલ દુર્રાની આવ્યો. આદિલ દુર્રાની સાથે લગ્ન કરવા માટે રાખી સાવંત પોતાનો ધર્મ બદલી ફાતિમા બની ગઈ હતી. પરંતુ રાખી અને આદિલ પણ અલગ થઈ ગયા છે. (ફોટો સાભારઃ Instagram@rakhisawant2511)   





Read More