PHOTOS

Happy Birthday Divya Bharti: આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે દિવ્યા ભારતી...નાની ઉંમરમાં જ મેળવી હતી મોટી નામના

તી બોલીવુડની એક એવી અભિનેત્રી જેણે ખુબ નાની ઉંમરમાં બોલીવુડમાં તે સમયે સૌથી વધારે નામના મેળવી લીધી હતી. એ સમય એવો હતોકે, તેમના કરોડો ચા...

Advertisement
1/7

90ની મશહૂર અદાકારા દિવ્યા ભારતીનો આજે જન્મદિવસ છે. લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી દિવ્યા ભારતીના મૃત્યુની ખબર સાંભળીને તમામ ફેન્સને આઘાત લાગ્યો હતો. આ અભિનેત્રીના જલવા પાછળ લોકો પાગલ હતા. ત્યારે આજે દિવ્યા ભારતીનો જન્મદિવસ છે આજે ભલે તે આ દુનિયામાં નથી પણ લોકોના દિલોમાં તો આજે પણ તેમના માટે એટલો જ પ્રેમ છે.

2/7

મશહૂર અભિનેત્રી દિવ્યા ભારતીની જ્યારે અચાનક મૃત્યુની ખબર આવી ત્યારે આખા દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દિવ્યા ભારતીના લાખો ફેન્સને આ ખબરે મોટો ઝટકો આપ્યો હતો. દિવ્યા ભારતીનું અચાનક જ મૃત્યુ પામવું તે પરિવાર માટે પણ એક આઘાતસમાન હતું.

3/7

19 વર્ષની ઉંમરે દિવ્યા ભારતીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરવાનું શરૂ કર્યું હતું. જેનું મુખ્ય કારણ હતું તેમની દમદાર એક્ટિંગ હતી. તેમને પોતાની એક્ટિંગથી જ લોકોના દિલ જીત્યા હતા. જો કે, દિવ્યા ભારાતીના મોત પાછળના કારણ બાબતે અનેક વિવાદો રહ્યા છે. અમુક જાણકારી મુજબ દિવ્યા ભારતીએ આત્મહત્યા કરી હતી. જો કે, હજુ સુધી આ વાતને સંપૂર્ણ હકીકત નથી માનવામાં આવી રહી.

4/7

દિવ્યા ભારતીના સાઝિદ નાડિયાડવાલા સાથે લગ્ન કરવા બાબતે તેમના પિતાનો વિરોધ હતો. જો કે, દિવ્યા ભારતીએ વર્ષ 1992માં સાઝિદ નાડિયાડવાલાએ લગ્ન કર્યા હતાં. લગ્નના એક જ વર્ષમાં દિવ્યા ભારતીએ આ દુનિયામાંથી વિદાઈ લીધી હતી. તે સમયે સાઝિદે પોતાની જીંદગીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા હતા. એવી પણ વાત થઈ રહી હતી કે, 19 વર્ષની ઉંમરે દિવ્યાએ સાઝિદ સાથે લગ્ન કરવા માટે ઈસ્લામિક ધર્મને અપનાવ્યો હતો. ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ તેમને પોતાનું નામ સના ખાન રાખ્યું હતું.

5/7

દિવ્યા ભારતીના લગ્નથી તેમના પરિવારજનોનો ખૂબ વિરોધ હતો. લગ્ન બાદ દિવ્યા ભારતી સાથે તેમના પિતાએ વાત કરવાનું બંધ કરી દીધું હતું. જો કે, આજે પણ તેમની એક્ટિંગના કારણે લોકો તેમને યાદ કરે છે.

6/7

વર્ષ 1992માં તેમની પહેલી ફિલ્મ વિશ્વાત્મા આવી હતી. આ ફિલ્મ તો હીટ થઈ પણ સાથે જ સૌથી પોપ્યૂલર થયું તેમનું ગીત. સાત સમંદર પાર સોન્ગ લોકોને આજે પણ એટલું જ પસંદ આવે છે. આ એક ફિલ્મ બાદ લોકોને દિવ્યા ભારતી એટલા પસંદ પડ્યા કે તે બાદ દિલ ક્યા કસૂર, શોલા ઔર શબનમ, દિવાના, બલવાન જેવી હિટ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો. આજે પણ આ તમામ ફિલ્મો લોકોને સૌથી વધુ પસંદ આવે છે.

7/7

દિવ્યા ભારતીના અચાનક મૃત્યુથી દેશભરમાં હતો શોક, આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે આ અદભુત અદાકારા...





Read More