PHOTOS

100 વર્ષ બાદ 4 પાવરફૂલ ગ્રહ વૃષભ રાશિમાં થશે ભેગા, 3 રાશિવાળાનો ભાગ્યોદય કરાવશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે

મુજબ વૃષભ  રાશિમાં ચાર શક્તિશાળી ગ્રહોનું મિલન થવા જઈ રહ્યું છે. આ મિલનથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને તેમન...

Advertisement
1/5
ચતુર્ગ્રહી યોગ
ચતુર્ગ્રહી યોગ

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રાશિ પરિવર્તન કરીને ત્રિગ્રહી કે ચતુર્ગ્રહી યોગ બનાવતા હોય છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે. 31મી મેના રોજ વેપાર અને બુદ્ધિના દાતા ગ્રહ ગુરુ વૃષભ  રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ગ્રહોના રાજા સૂર્ય, ધનના દાતા શુક્ર અને ગુરુ ગ્રહ  બિરાજમાન છે. આવામાં આ ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગ બનશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય પલટાઈ શકે છે. આ રાશિઓની ધન સંપત્તિમાં લખલૂટ વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

2/5
કુંભ રાશિ
કુંભ રાશિ

કુંભ રાશિવાળા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ચતુર્થ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે જ તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. નોકરીયાતો માટે કરિયરમાં પ્રગતિના યોગ છે. નોકરીમાં ફેરફાર કરવા માટે આ સમય અત્યંત શુભ છે. આ સમય દરમિયાન તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. જો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સંપત્તિ સંલગ્ન કામકાજ હોય તો તમને સારો એવો લાભ થઈ શકે છે. 

3/5
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

ચતુર્ગ્રહી યોગ એ વૃશ્ચિક રાશિવાળા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર  કુંડળીના સપ્તમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી તે તમારા ધનમાં વધારો કરાવશે અને પરિવારના લોકો તરફથી દરેક પ્રકારનો સહયોગ મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. જે લોકો હજુ સુધી અપરિણીત છે તેમના માટે સારા માંગા આવી શકે છે. પાર્ટનરશીપમાં સારો એવો ફાયદો  થઈ શકે છે. સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે તમારા સંબંધ વધુ ઉષ્માભર્યા બનશે.   

4/5
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિવાળા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કરિયર અને કારોબારના સ્થાને બનવા જઈ રહ્યો છે. આથી બેરોજગારોને નોકરી મળી શકે છે. જો નોકરીયાતો હશે તો તેમને પદોન્નતિ થઈ શકે છે. કાર્યસ્થળ પર જૂનિયર અને સીનિયરોનો સાથ મળી શકે છે. જો વેપાર હશો તો તમને બિઝનેસમાં સારો એવો ફાયદો થઈ શકે છે. નફામાં વધારો થશે. 

5/5
Disclaimer
Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More