PHOTOS

દૂધી, વાંસ, નારિયેળી, ગુંદરમાંથી સુમધુર વાદ્યો બનાવીને વગાડવાની આ પ્રથા ગુજરાતમાં હજી જીવંત છે

જિંત્રોની પરંપરાને ટકાવી રાખવાને માટે અને આવનાર પેઢી તે વારસો જાળવે તે જરૂરી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રથા સચવાયેલી છે. આ ઉદ્દેશ્યથી ...

Advertisement
1/5

દરેક સમાજની એક આગવી ઓળખ હોય છે, જેમાં પ્રકૃતિ પૂજક એવો આદિવાસી સમાજ દરેક નાના મોટા પ્રસંગોને પોતાની રીતે ઉજવતો હોય છે. આ જ સમાજની એક જાતિ ચૌધરી જાતિ છે, જે હજારો વર્ષથી તેઓના સમાજના વિવિધ પ્રસંગોએ કુદરતી વાદ્યો વગાડીને ઉજવે છે. આ પરંપરા હવે જાણે લુપ્તતાના આરે આવી ગઈ હોય તેવું ચૌધરી સમાજના એક આગેવાનને પ્રતીત થયું. આ પૌરાણિક પરંપરાને જીવંત રાખવા માટે એક શિક્ષક તરીકેની નોકરી હોવા છતાં વિશેષ સમય કાઢી તેઓ અથાગ પ્રયત્ન કરી રહ્યાં છે. આવનાર પેઢીને આ વાદ્યો વગાડતા શીખવી રહ્યા છે.  

2/5

સામાજિક આગેવાન અરવિંદભાઈ ચૌધરી જણાવે છે કે, આદિવાસી સમાજ કુદરતી વસ્તુઓ દૂધી, વાંસ, નારિયેળીના પટ્ટા, તેમજ ગુંદરમાંથી સુમધુર વાદ્યો બનાવે છે. પૌરાણિક આદિવાસી ચૌધરી સમુદાયના વાદ્યો બનાવવાની અને તેને વગાડી જીવંત રાખવાની પરંપરાને આજે પણ આ સમાજના કેટલાક યુવકો લઈ શીખી રહ્યા છે, અને આવનાર નવ પેઢીને શીખવાની નેમ રાખીને આજીવન આ કળા જીવંત રાખવા માટે મથામણ કરી રહ્યા છે. તો નવયુવાનો પણ તેને હોંશેહોંશે શીખી રહ્યાં છે. 

3/5

આદિકાળથી ચાલી આવેલ પરંપરા અને સંસ્કૃતિને ટકાવી રાખવાને માટે અને પૌરાણિક ચૌધરી સમાજના વાજિંત્રોથી આવનાર પેઢી પણ અવગત થાય તે માટે એક આદિવાસી શિક્ષક દ્વારા સમાજના કેટલાક નવ જુવાનિયાઓને તેમની સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવાની સાથે તેમના સમાજના વાજિંત્રો વગાડતા શીખવાની કોશિશ કરી રહ્યા છે, અને તેમના વિદ્યાર્થીઓ પણ આ પારંપરિક હજારો વર્ષ જૂની કળાને જીવંત રાખી આવનાર પેઢીને તેની ભેટ આપવા પ્રયન્તશીલ રહશે તેવી ટેક લઈ બેઠા છે. 

4/5
5/5




Read More