PHOTOS

આ સરકારી યોજનાથી ગુજરાતીઓ બનશે લખપતિ, ઘરનું વીજબિલ પણ ઝીરો થશે અને માલિકને મળશે 12 લાખ રૂપિયા

li yojana : વિશ્વના સર્વાધિક લોકપ્રિય લીડર અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલી PM સૂર્યઘર યોજના વિશે અ...

Advertisement
1/12
સાથીયો પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના, યે પૈસા બહોત કામ આયેગા
સાથીયો પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના, યે પૈસા બહોત કામ આયેગા

સોલાર ઊર્જાથી મળતા ફાયદા હવે ગુજરાતની જનતાને નજરે દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીની મુલાકાત લઈને સોલાર ઊર્જાથી લોકોને કેટલો ફાયદો થઈ રહ્યો છે તેની જાણકારી મેળવી. એટલું  જ નહીં, 18 મિનિટ સુધી સોસાયટીના રહીશો સાથે પ્રધાનમંત્રીએ PM સૂર્યઘર યોજનાથી ગુજરાતીઓ કેવી રીતેમફત વીજળી ઉપરાંત દર મહિને 2થી 3 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે તેની પણ જાણકારી મેળવી.

2/12
રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સરકાર 78 હજાર રૂપિયાની સબસિડી આપે છે
રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સરકાર 78 હજાર રૂપિયાની સબસિડી આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈને છત પર લાગેલી સોલાર પેનલ નિહાળી અને બંગલો માલિક જક્સી સુથાર અને તેમનાં પત્ની સાથે વાત કરી. મહત્વનું છે કે, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સરકાર 78 હજાર રૂપિયાની સબસિડી આપે છે. પ્રધાનમંત્રીએ જાહેર કરેલી આ યોજનાથી લોકોને 25 વર્ષ સુધી મફત વીજળી મળશે દર મહિને કમાણીનો કાયમી નવો સ્ત્રોત ઊભો થઈ રહ્યો છે.

3/12
25 માંથી 22 પરિવારોએ સોલાર પેનલ લગાવી દીધી
25 માંથી 22 પરિવારોએ સોલાર પેનલ લગાવી દીધી

ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીમાં 25 બંગલો છે તેમાંથી 22 પરિવારોએ સોલાર પેનલ લગાવી દીધી છે. વાવોલ ગામમાં 89 પરિવારોએ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવ્યો છે. આ પહેલથી લોકોને આજીવન મફત વીજળી મળશે અને વધારાની વીજળી

4/12
20 વર્ષ પછી તેમને 10થી 12 લાખ રૂપિયાની રકમ મળશે
20 વર્ષ પછી તેમને 10થી 12 લાખ રૂપિયાની રકમ મળશે

વીજ કંપનીને વેચવાથી દર મહિને 2થી 3 હજાર રૂપિયાનો રોકડ લાભ મળશે. આ રકમ તેઓ PPF ખાતામાં કે સુરક્ષિત રોકાણમાં મૂકશે ત્યારે 20 વર્ષ પછી તેમને 10થી 12 લાખ રૂપિયાની રકમ મળશે. આટલી રકમ પોતાનાં બાળકોના અભ્યાસ અને લગ્ન પ્રસંગમાં ખૂબ જ ઉપયોગી થશે.

5/12
સોલાર ઊર્જામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે
સોલાર ઊર્જામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે

ગુજરાતના 20 લાખ પરિવારોને મળશે PM સૂર્યઘર યોજનાનો લાભ.. દેશના 1 કરોડ પરિવારોને મળશે PM સૂર્યઘર યોજનાનો લાભ.. સોલાર ઊર્જામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે બિરાજમાન

6/12
મોઢેરાને દેશનું પ્રથમ સોલાર વિલેજ બનાવ્યું
મોઢેરાને દેશનું પ્રથમ સોલાર વિલેજ બનાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભવિષ્યનું વિચારીને સોલાર ઊર્જાને મહત્વ આપવાની શરૂઆત કરી હતી. જેના પરિણામે ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપ્યો. ત્યાર બાદ બનાસકાંઠાના વાવ તાલુકાના રાધાનેસડામાં સોલાર પ્લાન્ટનું આયોજન કર્યું. ઘરે ઘરે રૂફટોપ લગાવવા માટે યોજના શરૂ કરી. અને વર્ષ 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત જ નહીં, સમગ્ર દેશ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. તેમણે મોઢેરાને દેશનું પ્રથમ સોલાર વિલેજ બનાવ્યું. 

7/12
કચ્છ સુધી વિકાસ પ્રસર્યો
કચ્છ સુધી વિકાસ પ્રસર્યો

કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. એટલે કે સૂર્યઊર્જા અને પવનઊર્જામાં ગુજરાતે ખૂબ મોટી છલાંગ લગાવી છે. 

8/12
કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખેતી માટે પણ ગ્રીન એનર્જીનો થઈ રહ્યો છે ઉપયોગ
કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખેતી માટે પણ ગ્રીન એનર્જીનો થઈ રહ્યો છે ઉપયોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેતીમાં વપરાતી વીજળી પણ રિન્યુએબલ એનર્જી સ્ત્રોતમાંથી મેળવવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ માટે અને સોલાર રૂફટોપ માટે સબસિડી આપવામાં આવી રહી છે. .

9/12
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિંદુસ્તાનમાં નવી ઊર્જાનો ઉદય થયો
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિંદુસ્તાનમાં નવી ઊર્જાનો ઉદય થયો

એટલે કે, ઘર વપરાશની વીજળી હોય કે ઉદ્યોગો માટેની વીજળી હોય કે ખેતી માટેની વીજળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિંદુસ્તાનમાં નવી ઊર્જાનો ઉદય થયો છે અને આ જ ઊર્જાશક્તિ ભારતને વર્ષ 2047 સુધીમાં બનાવશે મહાશક્તિ

10/12
11/12
12/12




Read More