PHOTOS

ગુજરાતમાં સારા વરસાદ માટે હજું જોવી પડશે રાહ! પણ આ વિસ્તારોમાં છે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ther forecast: રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તીએ એક આગા...

Advertisement
1/6

23મી ઓગસ્ટના રોજ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.  24મી તારીખે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.

2/6

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. મધ્યપ્રદેશ માથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. 

3/6

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવે બંગાળનું ઉપસાગર સક્રિય થયું છે. હવે રાજ્ય તરફ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવશે. 

4/6

હાલ એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. તો 25 થી 26 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ ભારે હશે. જે બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે. એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રીપીકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ટમથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રહેશે.

5/6

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સાથે જ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવના છે. 

6/6

સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં 159 મીમી વરસાદ થવો જોઈએ, પરંતુ 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 17 મીમી જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજકોટમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  





Read More