PHOTOS

Exclusive Photos: ફિલ્મફેર પહેલાં જામ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, જુઓ કોણ કોણ પહોંચ્યું?

strong>: બોલિવુડનો સૌથી મોટો એવોર્ડ શો ફિલ્મફેર આ વખતે ગુજરાતના આંગણે યોજાય રહ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનાર આ ફિલ્મફેર એવોર્...

Advertisement
1/11

ફિલ્મફેર એવોર્ડ્ઝના ભવ્ય સમારંભ માટે ગાંધીનગર પધારેલા બોલિવૂડના બિગ સ્ટાર્સને કારણે ચોમેર ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. ધ લીલા ગાંધીનગર આ ફિલ્મી સિતારાઓની યજમાન બની છે. 

2/11

ગુજરાતની વિશિષ્ટ પાકકળા, સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરતા આગવા ડેકોરેશન અને નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ખાસ તૈયાર કરેલા મેનુઓ સાથે તૈયારીઓ સંપૂર્ણ કરવામાં આવી છે. 

3/11

ફિલ્મફેરમાં હાજરી આપવા માટે આવતા મહેમાનો માટે ભોજન પણ ખાસ હશે. આંતરરાષ્ટ્રીય અને ઈન્ડિયન ફૂડની સાથે મહેમાનોને ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, બોલિવુડના સિતારાઓને રાગી બાજરી જેવા મિલેટ્સમાંથી બનેલી ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

4/11

તમને જણાવી દઈએ કે ફિલ્મફેર 2024 શરૂ થઈ ગયું છે. કરિશ્મા તન્ના (Karishma Tanna), અપારશક્તિ ખુરાના (Aparshakti Khurana), કરણ જોહર (Karan Johar), ગણેશ આચાર્ય (Ganesh acharya) અને રણબીર કપૂર ( Ranbir Kapoor) જેવા સેલેબ્સ રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા.

5/11

ઈવેન્ટ દરમિયાન બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારો ફિલ્મફેર સ્ટેજ પર પોતાનો જાદુ બતાવશે. ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), રણબીર કપૂર (Ranbir Kapoor), વરુણ ધવન (Varun Dhawan), જાન્હવી કપૂર (Janhvi Kapoor), સારા અલી ખાન (Sara Ali Khan) અને કાર્તિક આર્યન (Kartik Aryan) જેવા સ્ટાર્સ પર્ફોર્મ કરશે.

6/11

આ ફિલ્મફેર એવોર્ડ ફંકશનમાં એક્ટર આયુષ્યમાન ખુરાના,  જ્હાન્વી કપૂર, કરિશ્મા તન્ના, અપારશક્તિ ખુરાના, ઇશા તલવાર, નુસરત ભરૂચા, ફરદીન ખાન, પાર્થિવ સહિતના કેટલાય સ્ટાર્સ અને સેલિબ્રિટીઝઓ ગાંધીનગર ખાતે આવેલી હોટલ લીલામાં પહોંચ્યા હતા. 

7/11

અભિનેતા અપારશક્તિ ખુરાનાએ પણ 69માં ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપી હતી. જે સૂટ અને બૂટમાં જોવા મળી હતી.

8/11
9/11
10/11
11/11