PHOTOS

Gujarat Stocks: મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્ન

 નરેન્દ્ર મોદીની બીજી ટર્મના લગભગ 5 વર્ષમાં ગુજરાત બેસ્ડ કેટલીક કંપનીઓના શેરોએ બજારમાં પોતાનો દમ બતાવ્યો છે. આ ગુજરાત બેસ...

Advertisement
1/10
Gujarat Alkalies and Chemicals
Gujarat Alkalies and Chemicals

ગુજરાત બેસ્ડ કેમિકલ્સ બનાવનાર કંપની Gujarat Alkalies and Chemicals એ આ 5 વર્ષમાં 58 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 24 મે 2019 ના રોજ 508 રૂપિયાના લેવલ પર હતો, જેની કરંટ પ્રાઇઝ 805 રૂપિયા છે. તો બીજી તરફ આ દરમિયાન શેરે પોતાની ઓલટાઇમ હાઇ 869 નું લેવલ પણ ટચ કર્યું. 

2/10
Gujarat Ambuja Exports
Gujarat Ambuja Exports

એગ્રો પ્રોસેસિંગ બિઝનેસ કરનાર ગુજરાત બેસ્ડ કંપની Gujarat Ambuja Exports એ આ 5 વર્ષમાં 217 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 24 મે 2019 ના રોજ 52 રૂપિયાના લેવલ પર હતો. જેની કરંટ પ્રાઇઝ 165 રૂપિયા છે. તો બીજી તરફ આ દરમિયા શેરે પોતાના ઓલટાઇમ હાઇ 211 નું લેવલ ટચ કર્યું. 

3/10
GMDC
GMDC

ખનિજ અને લિગ્નાઈટ ખાણકામ સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત કંપની ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (Gujarat Mineral Development Corporation) એ આ 5 વર્ષમાં 424 ટકા વળતર આપ્યું છે. 24 મે, 2019 ના રોજ કંપનીનો શેર રૂ. 74 ના લેવલ પર હતો, જેની કરંટ પ્રાઇઝ 388 રૂપિયા છે. આ સમયગાળા દરમિયાન શેર પોતાના ઓલટાઇમ હાઇ 506 ના લેવલને ટચ કરી ગયો હતો.  

4/10
GNFC
GNFC

ફર્ટિલાઇઝર અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (Gujarat Narmada Valley Fertilizers & Chemicals) ના શેરે આ 5 વર્ષમાં 123 ટકા વળતર આપ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર 306 રૂપિયાના લેવલ પર હતો, જેની કરંટ પ્રાઇઝ683 રૂપિયા છે. આ સમયગાળા દરમિયાન શેર પણ 815ના ઓલટાઇમ હાઇના લેવલને ટચ કરી ગયો હતો.

5/10
GSFC
GSFC

ફર્ટિલાઇઝર અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (Gujarat State Fertilizers and Chemicals) ના શેરે આ 5 વર્ષમાં 125 ટકા વળતર આપ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર રૂ. 101ના સ્તરે હતો, જેની વર્તમાન કિંમત રૂ. 227 છે. આ સમયગાળા દરમિયાન શેર પણ પોતાના ઓલટાઇમ હાઇ 322ના લેવલને ટચ કરી ગયો હતો.   

6/10
Adani Enterprises
Adani Enterprises

અદાણી ગ્રુપની ગુજરાત બેસ્ડ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprises) ના શેરે આ 5 વર્ષોમાં 1892 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 24 મે 2019 ના રોજ 156 રૂપિયાના લેવલ પર હતો, જેની કરન્ટ પ્રાઇઝ 3108 રૂપિયા છે. તો બીજી તરફ શેરે પોતાના ઓલટાઇમ હાઇ 3350 ના લેવલને પણ ટચ કર્યું હતું. 

7/10
Adani Power
Adani Power

પાવર અને એનર્જી સેક્ટરમાં કામ કરનાર અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર (Adani Power) ના શેરે 5 વર્ષમાં 1189 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 24 મે 2019 ના રોજ 47 રૂપિયાના લેવલ પર હતો, જેની કરન્ટ પ્રાઇઝ 606 રૂપિયા છે. તો બીજી તરફ આ દરમિયાન શેરે પોતાના ઓલટાઇમ હાઇ 647 ના લેવલને પણ ટચ કર્યું. 

8/10
Monarch Networth Capital
Monarch Networth Capital

ગુજરાત બેસ્ડ મોનાર્ક નેટવર્ક કેપિટલ (Monarch Networth Capital) ના શેરે આ 5 વર્ષમાં 1706 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 34 મે 2019 ના રોજ 32 રૂપિયાના લેવલ પર હતો, જેની કરન્ટ પ્રાઇઝ 578 રૂપિયા છે. તો બીજી તરફ શેરે પોતાના ઓલટાઇમ હાઇ 690 ના લેવલને ટચ કર્યું. 

9/10
Ganesh Housing Corporation
Ganesh Housing Corporation

રીયલ એસ્ટેટ ડેવલોપર ગણેશ હાઉસિંગ કોર્પોરેશન (Ganesh Housing Corporation) ના શેરે આ 5 વર્ષમાં 1231 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 24 મે 2019 ના રોજ 58 રૂપિયાના લેવલ પર હતો, જેની કરન્ટ પ્રાઇઝ 772 રૂપિયા છે. તો બીજી તરફ આ દરમિયાન શેર પોતાના ઓલટાઇમ હાઇ 917 ના લેવલને પણ ટચ કર્યું. 

10/10
Gujarat Fluorochemicals
Gujarat Fluorochemicals

Gujarat Fluorochemicals ના શેર બીએસઇ અને એનએસઇ પર 16 ઓક્ટોબર 2019 ના રોજ લિસ્ટ થયા હતા. ત્યારથી અત્યાર સુધી શેરે 388 ટકા રિટર્ન આપ્યું છે. આ દરમિયાન 719 રૂપિયાથી વધીને 3510 રૂપિયા પર પહોંચી ગયો, જ્યારે ઓલટાઇમ હાઇ લેવલ 3920 છે. 





Read More