PHOTOS

દક્ષિણ ગુજરાતની દશા બેઠી! બીજા 17 જિલ્લાઓમાં ફફડાટ, હચમચાવી દેશે વરસાદની નવી આગાહી

નેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે આજે ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે દશા બેઠી છે. હજુ પણ રાજ...

Advertisement
1/9

Gujarat Rain Forecast: થોડા વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પોતાની ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. જેને કારણે હાલ સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી સહિત દક્ષિણ ગુજરાતની હાલ દશા બેઠી છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ 4 થી લઈને 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. 

2/9

ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે. તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યાં છે. સાથે જ તંત્ર દ્વારા એનડીઆરએફ ની ટુકડીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મુંબઈમાં હાલ જળબંબાકાર થઈ રહ્યો છે. આજે મુંબઈમાં 11 થી 12 ઈંચ જેટલો ધુઆંધાર વરસાદ ખાબકી ગયો છે. જેને કારણે માહાનગરી મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

3/9

આવી સ્થિતિમાં સામાન્ય રીતે મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત થઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આપણે ત્યાં વરસાદ આવતો હોય છે. મુંબઈના વરસાદની અસર આપણે ત્યાં હાલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. મુંબઈમાં 11 થી 12 ઈંચ વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં 7 થી 8 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

4/9

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે આજે ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે દશા બેઠી છે. હજુ પણ રાજ્યના 17 જિલ્લાઓ પર ભારે વરસાદની ઘાત છે. સાચવજો! આજે જળબંબાકાર કરવા તૈયાર બેઠા છે મેઘરાજા, 8 જિલ્લામાં 8 ઈંચ સુધી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જાણીએ આજે ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ?  

5/9

છેલ્લા બે-ચાર દિવસથી રાજ્યના અમુક ભાગોમાં વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત અતિભારે વરસાદની આગાહી સામે આવી છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે આજે ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, આજે સોમવારે 8 જિલ્લામાં 4થી 8 ઇંચ વરસાદની શક્યતા છે.  

6/9

આજે ગુજરાતના 8 જિલ્લામાં 4થી 8 ઈંચ વરસાદની શક્યતા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, સુરત, નવસારીમાં 4થી 8 ઈંચ વરસાદ સંભાવના છે.

7/9

ઉપરાંત, ડાંગ, તાપી, નર્મદામાં 4થી 8 ઈંચ વરસાદ પડી શકે છે. જ્યારે છોટાઉદેપુર, દાહોદમાં પણ 8 ઈંચ સુધી વરસાદ સંભવ છે. રાજ્યના 17 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાઠામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અરવલ્લી, મહીસાગરમાં પણ આગાહી છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની સંભાવના મેપના આધારે જોઈ શકાય છે.

8/9

જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે મળી રહ્યાં છે. તેની સીધી અસર આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતથી થઈને વરસાદ રાજ્યના અન્ય જિલ્લાઓને પણ તરબોળ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

9/9

વરસાદ અંગે સારા સમાચાર એ છેકે, લાંબા સમયથી જે વરસાદ રોકાયેલો હતો એ હવે શરૂ થઈ ગયો છે. એક બાદ એક ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે.





Read More