PHOTOS

ગુજરાતમાં ફરી આ જિલ્લામાં થશે વરસાદ, બે મહિનામાં વાતાવરણમાં પલટો-વંટોળ જેવી મુશ્કેલી આવશે!

ther Forecast: નવી આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુ...

Advertisement
1/7
ચોમાસામાં સારો વરસાદ રહેશે
ચોમાસામાં સારો વરસાદ રહેશે

ગુજરાતમાં 26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી મુશ્કેલીઓ આવવાના એંધાણ છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં ઑક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.   

2/7
પવન સાથે વરસાદ
પવન સાથે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.  

3/7
ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી
ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી

અંબાલાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલના અનુમાન મુજબ રાજ્યમાં માર્ચના અંતમાં અને એપ્રિલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલે 26 માર્ચથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટછવાયા સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો એપ્રિલના અંતમાં એટલે કે 26 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી છે. 

4/7
વધુ એકવાર વરસાદની આગાહી
વધુ એકવાર વરસાદની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે. 

5/7
બંગાળના ઉપસગારમાં હલચલ રહેવાની શક્યતા
બંગાળના ઉપસગારમાં હલચલ રહેવાની શક્યતા

એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળના ઉપસગારમાં હલચલ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે. જે તમને નુક્સાન કરી શકે છે.

6/7
ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે
ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે

બીજી બાજુ ગુજરાતમાં આજથી પવનની ગતિ  વધવાની સાથે કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.  26 માર્ચ સુધીમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.. આગમી 26 એપ્રિલ થી 10 મે વચ્ચે ગુજરાતમાં આંધી વંટોળ આવવની શક્યતા સાથે ગરમીની તીવ્રતામાં પણ વધારો થવાની આગાહી અંબાલાલ પટેલે કરી  છે.

7/7
હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી
હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી

ગુજરાતમાં આજથી ગરમીનો પારો ચઢી રહ્યો છે. હવે બરાબરની ગરમી પડવાની શરૂ થશે. હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી. હાલ બપોરના સમયમાં અંગ દઝાડે તેવી ગરમી પડી છે. ત્યારે આ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. 





Read More