PHOTOS

ગુજરાતના 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનર્સને મળશે આ લાભ, કેવી રીતે પગાર સાથે ઉમેરાશે મોંઘવારી ભથ્થું?

A 4 Percent Increase: રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મ...

Advertisement
1/4

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

2/4

તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

3/4

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

4/4

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.