PHOTOS

ગુજરાત પર એક નહીં બે વાવાઝોડાનું જોખમ, આ વિસ્તારોમાં જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, તારીખો ખાસ જાણો

ાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી  છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી...

Advertisement
1/5

સપના શર્મા, અમદાવાદ: હાલમાં જ ગુજરાતમાં લોકો બિપરજોય વાવાઝોડા સામે ઝઝૂમ્યા અને માંડ તેમાંથી  છૂટકારો મળ્યો ત્યાં હવે પાછી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી એક મોટી અને ચિંતાજનક  આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તેમના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. 

2/5
થાઈલેન્ડ બાજુ લો પ્રેશર
થાઈલેન્ડ બાજુ લો પ્રેશર

અંબાલાલ પટેલના કહેવા મુજબ 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે. ત્યારબાદ 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચશે. 12 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે. 

3/5
2018 જેવું વાવાઝોડું હોવાની આગાહી
2018 જેવું વાવાઝોડું હોવાની આગાહી

આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય.  2018 જેવું વાવાઝોડું હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ દરમિાયન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની અસરના પગલે 27,28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. 

4/5
આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાંક ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ પડશે. 

5/5
બીજુ વાવાઝોડું આ તારીખે આવી શકે
બીજુ વાવાઝોડું આ તારીખે આવી શકે

અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 12થી 20 ઓક્ટોબર વચ્ચે બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં ઉભું થશે. 





Read More