PHOTOS

અંબાલાલ પટેલનો વધુ એક મોટો ધડાકો! ધડાધડ જાહેર કરી નાંખી તારીખો, ગુજરાતમાં આવશે મોટું સંક્ટ

ાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તા...

Advertisement
1/5
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

2/5
ફરી બગડશે વાતાવરણ
ફરી બગડશે વાતાવરણ

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.

3/5

સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી હોય છે. આ વખતે વર્ષ 2023-24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઇ લે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચુ જતુ હોય છે તેમ આ વખતે 15 ફેબ્રુઆરીથી ઊંચુ જાય તેવું લાગી રહ્યુ છે.

4/5
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે. 

5/5

ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહથી ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડી વધી છે. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ પછી તાપમાનમાં વધારો થશે. જેથી ઠંડી ઓછી થશે. હાલ ઉત્તર પ્રશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિના લીધે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.  





Read More