PHOTOS

Gratuity Calculator: 15 વર્ષની નોકરી અને ₹75000 છેલ્લો પગાર, કેટલી મળશે ગ્રેચ્યુઇટી? આ ફોર્મ્યુલાથી કરો ચેક

જો તમે કોઈ કંપનીમાં 5 વર્ષ કે તેનાથી વધારે કામ કર્યું છે તો તમને નોકરી છોડવા સમયે ગ્રેચ્યુઇટી આપવામાં આવે છે. ગ્રેચ્યુઇટીની રકમ કંપની ત...

Advertisement
1/4
આ ફોર્મ્યુલાથી થાય છે ગ્રેચ્યુઇટીની ગણતરી
 આ ફોર્મ્યુલાથી થાય છે ગ્રેચ્યુઇટીની ગણતરી

તમને કેટલી ગ્રેચ્યુઈટી મળશે તે ફોર્મ્યુલાના આધારે નક્કી કરવામાં આવે છે. ગ્રેચ્યુટીની ગણતરી કરવા માટેનું સૂત્ર છે – (છેલ્લો પગાર) x (કંપનીમાં કામ કરેલા વર્ષોની સંખ્યા) x (15/26).

2/4
સમજો ફોર્મ્યુલા
 સમજો ફોર્મ્યુલા

છેલ્લો પગાર એટલે તમારા છેલ્લા 10 મહિનાના પગારની સરેરાશ. આ પગારમાં મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને કમિશન સામેલ છે. મહિનામાં 4 રવિવાર સપ્તાહની રજા હોવાને કારણે, 26 દિવસની ગણતરી કરવામાં આવે છે અને 15 દિવસના આધારે ગ્રેચ્યુઇટીની ગણતરી કરવામાં આવે છે.

3/4
15 વર્ષ નોકરી અને 75 હજાર પગાર, કેટલી મળશે ગ્રેચ્યુઇટી?
 15 વર્ષ નોકરી અને 75 હજાર પગાર, કેટલી મળશે ગ્રેચ્યુઇટી?

ગ્રેચ્યુઇટી ફોર્મ્યુલાની ગણતરી જુઓ તો તમે જે કંપનીમાં 15 વર્ષ સુધી કામ કર્યું અને તમારો છેલ્લો પગાર 75000 રૂપિયા હતો તો ગણતરીની ફોર્મ્યુલા બનશે  (75000) x (15) x (15/26). ગણતરી કરવા પર રકમ આવશે 6,49,038 રૂપિયા, આ રકમ તમને ગ્રેચ્યુઇટી તરીકે આપવામાં આવશે. આ રીતે તમે તમારો છેલ્લો પગાર અને નોકરીના વર્ષના આધાર પર આ ફોર્મ્યુલાથી ગણતરી કરી શકો છો. 

4/4
આ સ્થિતિમાં અલગ હોય છે ગણતરી
 આ સ્થિતિમાં અલગ હોય છે ગણતરી

જ્યારે કંપની કે સંસ્થા  Gratuity Act હેઠળ રજીસ્ટર્ડ ન હોય તો કર્મચારી ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ આવતા નથી. પરંતુ તેવામાં જો કંપની ઈચ્છે તો સ્વેચ્છાથી કર્મચારીને ગ્રેચ્યુઇટી આપી શકે છે, પરંતુ તેવામાં ગ્રેચ્યુઇટી નક્કી કરવાની રીત અલગ હોય છે. તેવામાં ગ્રેચ્યુઇટીની રકમ, દર વર્ષ માટે અડધા મહિનાના પગાર બરાબર હશે. પરંતુ મહિનો કામ કરવાના દિવસોની સંખ્યા 30 માનવામાં આવશે, 26 નહીં.





Read More