PHOTOS

હોટલમાં ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત, વિરાટ કોહલી અને શમીના રૂમમાં ખાસ સુવિધા, જુઓ Photos

ની ફાઈનલ રમવા માટે અમદાવાદ આવી પહોંચી છે. ટીમ ઈન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઈ છે. ટીમ માટે હોટલમાં ખુબ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વિશ...

Advertisement
1/8

આઈસીસી વિશ્વકપ 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. ભારતીય ટીમ ચોથીવાર ફાઈનલમાં પહોંચી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત વિશ્વકપ ફાઈનલમાં પહોંચી છે.   

2/8

અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વિશ્વકપ-2023માં ફાઈનલની બંને ટીમ નક્કી થઈ ગઈ છે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આજે કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ જીત મેળવી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. હવે બંને ટીમ વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે જંગ જામશે. 

3/8

ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમ વિશ્વકપ 2003ની ફાઈનલમાં આમને-સામને હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગના 140* રનની વિસ્ફોટક ઈનિંગની મદદથી 50 ઓવરમાં 359 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 125 રને જીત મેળવી ટ્રોફી કબજે કરી હતી. હવે વર્ષ 2023 એટલે કે 20 વર્ષ બાદ આ બંને ટીમ વચ્ચે વિશ્વકપની ફાઈનલ રમાશે. 

4/8

ભારતીય ટીમે આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત 10 જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. ભારતીય ટીમ ચોથીવાર વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમ 1983 અને 2011માં વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. જ્યારે વર્ષ 2003 વિશ્વકપ ફાઈનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 

5/8

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે અને પાંચ વખત વનડે વિશ્વકપ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આઠમી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ સાત ફાઈનલ રમી છે, જેમાં પાંચ વખત જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 1987, 1999, 2003, 2007 અને 2015નો વિશ્વ કપ જીતી ચૂકી છે. જ્યારે બે વખત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હારી હતી.   

6/8

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, ઈશાન કિશન, પ્રસિદ્ધ કૃષ્ણા.

7/8
8/8




Read More