PHOTOS

Goods Train Passed: મહિલા ઉપરથી માલગાડીના 72 ડબ્બા ફરી વળ્યા, PHOTOS જોઈને જીવ તાળવે ચોંટી જશે

વૃદ્ધ મહિલાનો અજીબોગરીબ રીતે જીવ બચી ગયો એ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. જાણો સમગ્ર મામલો....

...
Advertisement
1/5
ચાલુ ગાડી નીચે મહિલા ફસાઈ
ચાલુ ગાડી નીચે મહિલા ફસાઈ

અત્રે જણાવવાનું કે હરિયાણાના રોહતકમાં એક માલગાડી સિગ્નલ ન મળવાના કારણે રેલવે ફાટક પર ઊભી હતી. આ બધા વચ્ચે 62 વર્ષની એક વૃદ્ધ મહિલા ઉતાવળમાં માલગાડી નીચેથી નીકળવાની કોશિશ કરવા લાગી. ત્યારે અચાનક ટ્રેન ચાલુ થઈ ગઈ અને વૃદ્ધ મહિલા ટ્રેનની નીચે ફસાઈ ગઈ. (તસવીર-ANI)

2/5
માલગાડીની નીચે ચૂપચાપ સૂઈ રહી મહિલા
માલગાડીની નીચે ચૂપચાપ સૂઈ રહી મહિલા

ફાટક પાસે ઊભેલા લોકોએ અને ગેટમેને વૃદ્ધ મહિલાને બંને પાટાઓ વચ્ચે માલગાડી નીચે સીધા સૂઈ રહેવાનું જણાવ્યું. જેના કારણે મહિલા માલગાડીના પૈડા વચ્ચે ન આવી જાય. વૃદ્ધ મહિલા તે સમયે ખુબ ડરી ગઈ હતી. પરંતુ ગેટમેનની વાત માનીને ચૂપચાપ બે પાટા વચ્ચે સૂઈ રહી. (તસવીર-ANI)

3/5
આ રીતે બચ્યો મહિલાનો જીવ
આ રીતે બચ્યો મહિલાનો જીવ

આવી ભયંકર ઘટના જોઈને ઘટનાસ્થળે હાજર લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા. લોકો સતત મહિલાને બૂમો પાડીને સમજાવતા રહ્યા કે તમે સીધા સૂઈ રહો. તમારા જીવ બચી જશે. ગભરાવવાની જરૂર નથી. આ દરમિયાન મહિલાની ઉપરથી માલગાડીની લગભગ 72 ડબ્બા પસાર થયા. (તસવીર-ANI)

4/5
સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટા
સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટા

સોશિયલ મીડયા પર માલગાડીની નીચે વૃદ્ધ મહિલા ફસાયેલી ઘટનાના ફોટા અને વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. ઉપરથી માલગાડી પસાર થવા છતાં મહિલાને ઈજા થઈ નહી. જેને લોકો ભગવાનની અપાર કૃપા ગણાવી રહ્યા છે. તો કોઈ ઘટનાસ્થળે હાજર ગેટમેનની સમજદારીના વખાણ કરી રહ્યા છે. (તસવીર-ANI)

5/5
ઘટનાસ્થળે હાજર ગેટમેને શું કહ્યું
ઘટનાસ્થળે હાજર ગેટમેને શું કહ્યું

ઘટનાસ્થળે હાજર ગેટમેને જણાવ્યું કે સવારે લગભગ 11 વાગે ગોહાના તરફથી આવતી માલગાડીને સિગ્નલ મળ્યું નહી. આ કારણે માલગાડી ફાટક પર ઊભી હતી. ત્યારે જ એક મહિલાએ તેની નીચેથી પસાર થવાની કોશિશ કરી તો તે ત્યાં ફસાઈ ગઈ. (તસવીર-ANI)





Read More