PHOTOS

ગણેશ ચતુર્થી બાદ આ જાતકોના સિતારા ચમકશે, બાપ્પાની કૃપાથી મળશે સફળતા, આર્થિક પક્ષ થશે મજબૂત

ુર્થીનો તહેવાર આ વર્ષે 7 સપ્ટેમ્બરે છે. રાશિચક્રની કેટલીક રાશિઓ માટે ગણેશ ચતુર્થીનો તહેવાર અત્યંત શુભ રહી શકે છે, અને તેમના જીવનમાં ઘણા...

Advertisement
1/6
ગણેશ ચતુર્થી 2024
 ગણેશ ચતુર્થી 2024

ગણેશ ચતુર્થીનું પાવન પર્વ વર્ષ 2024માં 7 સપ્ટેમ્બરે છે. આ દિવસે બાપ્પાની પૂજા અર્ચના સાથે ઘણા ભક્તો ઘરમાં ગણપતિની સ્થાપના પણ કરશે. 10 દિવસ સુધી ગણેશજીની પૂજા-આરાધના બાદ ગણપતિ વિસર્જન કરવામાં આવશે. ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલાક જાતકોના જીવનમાં સૌભાગ્ય લઈને આવી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય-બુધની યુતિ 4 તારીખે થશે, તો આ મહિનાના મધ્યમાં સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરશે. આ સાથે 6 તારીખે મોડી રાત્રે ચંદ્રમા કન્યા રાશિમાંથી નિકળી તુલા રાશિમાં ગોચર કરશે. ગ્રહોની આ ચાલથી કયાં જાતકોને ગણેશ ચતુર્થી બાદ લાભ થઈ શકે છે આવો જાણીએ..  

2/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ

ગણેશ ચતુર્થીનો તહેવાર શુક્રની માલિકીની વૃષભ રાશિના લોકો માટે ઘણા સારા સમાચાર લાવશે. આ સમય દરમિયાન ભગવાન ગણેશ તમારા જીવનમાંથી અનેક અવરોધો દૂર કરી શકે છે. જો તમે તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો હવે આ સમસ્યાઓ હલ થઈ શકે છે. તમે તમારા માતાપિતા સાથે તમારા સંબંધોમાં સુધારો જોશો. કાર્ય સંબંધિત યાત્રાઓથી તમને લાભ થશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે યોગ્ય રોડમેપ બનાવી શકશો. તમે તમારી તાર્કિક ક્ષમતામાં વિકાસ પણ જોશો.  

3/6
કન્યા રાશિ
કન્યા રાશિ

ગણેશ ચતુર્થી બાદ કન્યા રાશિના જાતકો પોતાના જ્ઞાનનો સાચો ઉપયોગ કરી શકે છે. તમારી વાત પર લોકો ધ્યાન આપશે અને સોશિયલ મીડિયા દ્વારા તમે ખ્યાતિ પણ આ દરમિયાન પ્રાપ્ત કરી શકો છો. લાંબા સમયથી તમારા કોઈ કામ ન થતા હોય તો તે થવા લાગશે. લગ્ન જીવનમાં સુખ અને સંપન્નતા જોવા મળશે, આ દરમિયાન નવા મહેમાન તમારા જીવનમાં આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે પ્રશંસાપાત્ર કામ કરી શકો છો, સહકર્મીઓ સાથે તમારો તાલમેલ સારો રહેશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેશો અને સ્વાસ્થ્યમાં સુધાર આવશે.  

4/6
તુલા રાશિ
તુલા રાશિ

જો તમે તે વિચારો છો કે ભાગ્ય તમારો સાથ આપતું નથી, તો ગણેશ ચતુર્થી બાદથી તમારો આ વિચાર ખોટો પડી શકે છે. ગણપતિની કૃપાથી તમારા બધા કાર્યોમચાં તમને ભાગ્યનો સાથ મળી શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યાં છે, તેને આ દરમિયાન સારા પરિણામ મળી શકે છે. કેટલાક એવા લોકો સાથે તમારી મુલાકાત થશે, જે સાચા સલાહકાર હશે અને જેની વાતનો અમલ કરવાથી તમારા જીવનમાં સુધાર થઈ શકે છે. 

5/6
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

તમે સમાજમાં તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો. તમારી રીત-ભાતમાં થોડો ફેરફાર કરી તમે મોટી સફળતા મેળવી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ મળશે અને માતા-પિતાને તમારા પર ગર્વનો અનુભવ થશે. આર્થિક સ્થિતિમાં પણ આ દરમિયાન સુધાર જોવા મળી શકે છે. તમારી સંચિત સંપત્તિ દિવસેને દિવસે વધતી જશે, જો કે, તમારે આ સંપત્તિ કેવી રીતે એકઠી કરવી તે અંગે યોગ્ય આયોજન કરવું જોઈએ.

6/6
ડિસ્ક્લેમર
 ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  





Read More