PHOTOS

G20 Summit All Party Meeting: જી-20ની અધ્યક્ષતા ભારત માટે દુનિયાને પોતાની ક્ષમતા દેખાડવાની તક: PM મોદી

1 ડિસેમ્બરે ભારતને જી20 સમૂહની અધ્યક્ષતા મળી છે. આગામી વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં જી20નું શિખર સંમેલન આયોજિત કરાશે. જી20 સમિટની તૈયારીઓ...

Advertisement
1/12

પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે ભારતની જી20 અધ્યક્ષતા સમગ્ર રાષ્ટ્ર માટે છે, તે દુનિયાને પોતાની તાકાત દેખાડવાની અનોખી તક છે. તેમણે કહ્યું કે ભારતની જી20  અધ્યક્ષતા પર્યટન અને સ્થાનિક અર્થવ્યવસ્થા માટે મોટી તક લઈને આવી છે. આ અવસરે પીએમ મોદીએ ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને જી20ના વિભિન્ન કાર્યક્રમોના આયોજનમાં બધા પાસે સહયોગ પણ માંગ્યો.   

2/12

પીએમ મોદીએ કહ્યું કે જી20ની અધ્યક્ષતા દેશના વિભિન્ન ક્ષેત્રોની વિશિષ્ટતાને સામે લાવતા પરંપરાગત હીતે મહાનગરોથી અલગ ભારતના કેટલાક ભાગોને પ્રદર્શિત કરવામાં મદદગાર સાબિત થશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારત દ્વારા દુનિયાની 20 પ્રમુખ અર્થવ્યવસ્થાઓના સમૂહ જી20ની અધ્યક્ષતા સંભાળવવા અંગે પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત પ્રત્યે વૈશ્વિક જિજ્ઞાસ અને આકર્ષણ છે, જે આ તકના મહત્વને વધારે છે. તેમણે ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને જી20ના વિભિન્ કાર્યક્રમોના આયોજનમાં તમામ નેતાઓ પાસે સહયોગ માંગ્યો. 

3/12

નિવેદન મુજબ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, વાઈએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડી, માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના સીતારામ યેચુરી, તેલુગુ દેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, અને દ્રમુકના એમ કે સ્ટાલિન, ટીએમસીના મમતા બેનર્જી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત નેતાઓએ પણ બેઠકને સંબોધિત કરી. 

4/12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બેઠકમાં ભાગ લીધો હતો. ભારતની જી20 પ્રાથમિકતાઓના પહેલુઓને વિસ્તારથી બતાવતું એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, એસ.જયશંકર, પીયુષ ગોયલ, પ્રહ્લાદ જોશી અને ભૂપેન્દ્ર યાદવ પણ બેઠકમાં સામેલ થયા હતા. 

5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12




Read More