PHOTOS

આ બીમારીથી 90 દિવસમાં મળે છે મોત, નથી કોઈ ઈલાજ, ઝડપથી ફેલાઈ રહી છે ભારતમાં

ની દુનિયા તેજીથી ફેલાઈ રહી છે, તો બીજી તરફ બીમારીઓ પણ પગપેસારો કરી રહી છે. હાલ સમગ્ર દુનિયામાં રહસ્યમયી ફંગસની બીમારી ફેલાઈ રહી છે. ડરવ...

Advertisement
1/6
ફંગસનું નામ છે કેન્ડીડા ઓરિસ
ફંગસનું નામ છે કેન્ડીડા ઓરિસ

આંતરરાષ્ટ્રીય ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ફંગસનું નામ કેન્ડીડા ઓરિસ છે. તે વ્યક્તિના મર્યા બાદ પણ નાબૂદ થતો નથી. પરંતુ એક શરીરમાંથી બીજા શરીરમાં તેજીથી ફેલાય છે અને લોકોને પોતાની ઝપેટમાં લે છે. (પ્રતીકાત્મક તસવીર)

2/6
વૃદ્ધોમાં હોય છે આ ફંગસ
વૃદ્ધોમાં હોય છે આ ફંગસ

રિપોર્ટમાં કહેવાયું છે કે, કેન્ડીડા ઓરિસનો પહેલો દર્દી બ્રુકલીનમાં મળ્યો હતો. માઉન્સ સિનાઈ હોસ્પિટલ ફોર એબ્ડોમિનલ સર્જરી દરમિયાન એક વ્યક્તિના બ્લડ ટેસ્ટમાં આ વાત સામે આવી હતી કે, તે ફંગસથી પીડિત છે. જ્યારે ડોક્ટરોને તે કેન્ડીડા ઓરિસ હોવાનું માલૂમ પડ્યું, તેને તાત્કાલિક ઈન્ટેન્સિવ કેર યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યો. તેના બાદ આવા અનેક કેસ સામે આવ્યા. (પ્રતીકાત્મક તસવીર)

3/6
ભારત-પાકિસ્તાનમાં કિસ્સા વધ્યા
ભારત-પાકિસ્તાનમાં કિસ્સા વધ્યા

રિપોર્ટ અનુસાર, યુએસ અને યુરોપ બાદ હવે આ ફંગસ ભારત, પાકિસ્તાન અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

4/6
90 દિવસમાં દર્દીનું મોત
 90 દિવસમાં દર્દીનું મોત

અત્યાર સુધી આ ફંગસ સાથે જોડાયેલ કિસ્સાઓ સામે આવ્યા છે, તેમાં 90 દિવસની અંદર દર્દીનું મોત થઈ રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે, હોસ્પિટલમાં હાજર લોકો, ઉપકરણો સહિત અન્ય ચીજોના આયાત-નિકાસથી પણ આ ફંગસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. (પ્રતીકાત્મક તસવીર)

5/6
આ લોકોને બનાવે છે શિકાર
આ લોકોને બનાવે છે શિકાર

ડોક્ટરોનું માનવુ છે કે, આ ફંગસ એ જ લોકોને શિકાર બનાવે છે, જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી હોય છે. જોકે, તેના પર હજી કોઈ અન્ય જાણકારી મળી નથી.(પ્રતીકાત્મક તસવીર)

6/6
મેડિકેશનની કોઈ અસર થતી નથી
મેડિકેશનની કોઈ અસર થતી નથી

ડો.સ્કોટ લોરિનનું કહેવુ છે કે, કેન્ડીડા ઓરિસ એટલુ ખતરનાક છે કે, તેના પર એન્ટીફંગલ મેડિકેશનની પણ કોઈ અસર થતી નથી. એક સમસ્યા એ પણ છે કે, લોકોને આ ફંગસ વિશે બહુ જ ઓછી માહિતી છે. કેમ કે, તેને ગુપ્ત રાખવામાં આવી છે. અત્યાર સુધી તેની દવા પણ બની નથી. તેથી કહેવાય છે કે, સરકાર પણ તેની જાહેરાત કરતા ડરે છે. (પ્રતીકાત્મક તસવીર)