PHOTOS

Food Festival: રિવરફ્રન્ટ પર દેશ-દુનિયાના માસ્ટર શેફની વાનગી અને રજવાડી ભોજનનો ઠાઠ, માત્ર 50 રૂપિયા એન્ટ્રી ફી!

ર્પણ કાયદાવાલાઃ આજથી ત્રણ દિવસ સુધી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે "ફૂડ ફોર થોટ ફેસ્ટ" અંતર્ગત ફૂડ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં ...

Advertisement
1/11

અમદાવાદના આંગણે યોજાઈ રહેલાં આ આ  ફૂડ ફેસ્ટિલમાં દેશ વિદેશના ખ્યાતનામ કુકીંગ એક્સપર્ટ, માસ્ટર શેફ અમદાવાદના મહેમાન બનશે. દક્ષિણ એશિયાના કુકીંગ વારસાની ઉજવણીના મંચ તરીકે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 

2/11

લકઝરીનો સ્વાદ અને પ્રાદેશિક સ્વાદ એમ બે થીમ પર ફૂડ ફેસ્ટિવલ યોજાશે. વિશેષ પ્રકારના કોફી પેવેલિયનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

3/11

પ્રાદેશિક સ્વાદ અંતર્ગત જનરલ પેવેલિયન જનરલ પેવેલિયનમાં શહેરની જાણીતી હોટલ અને ફૂડ ફ્રેન્ચાઇઝીના સ્ટોલ ઉભા કરાયા છે. લકઝરી સ્વાદ અંતર્ગત જુદા જુદા ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે.

4/11

એક ડોમમાં વિવિધ રજવાડાના શાહી પરિવારોના વિવિધ વ્યંજનો "કિચન ઓફ થ કિંગ્સ" હેઠળ પ્રદર્શની માં મુકાશે. બીજા ડોમમાં આયુર્વેદ પર આધારિત વેલનેસ પેવેલિયમમાં ભારતીય ભોજન પીરસાશે.ત્રીજા ડોમમાં દેશના જગન્નાથ પુરી અને વૃંદાવનના રાધાકૃષ્ણ મંદિરના રસોસિયાઓ દ્વારા ગાદીપતિઓના આશીર્વાદ સાથે ભોજન પીરસવામાં આવશે. 

5/11

જનરલ પેવેલિયનમાં 50 પ્રવેશ ફી ચુકવવાની રહેશે. જયારે લકઝરી અને આધ્યાત્મિક પેવેલિયનમાં 1500 થી 3000 સુધીની ફી ચુકવવાની રહેશે, જેમાં ભોજનનો સમાવેશ થશે.

6/11
7/11
8/11
9/11
10/11
11/11




Read More