PHOTOS

ગુજરાતમાં દેશનું પહેલવહેલું હાઈટેક રેલવે સ્ટેશન...જ્યાં ફાઈવસ્ટાર હોટલની નીચેથી પસાર થશે ટ્રેન, જુઓ PHOTOS

ભરનું અત્યાર સુધીનું સૌથી આધુનિક રેલવે સ્ટેશન છે. અને સ્ટેશનની બરાબર ઉપર જ 300 રૂમની ફાઈવસ્ટાર હોટલ બની રહી છે. ફાઈવસ્ટાર હોટલની નીચે ર...

Advertisement
1/5
ગાંધીનગરમાં બનશે દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન
ગાંધીનગરમાં બનશે દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન

ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદના કાળુપુર જંકશનને માનવામાં આવે છે પરંતુ ગુજરાતનું સૌથી આધૂનિક રેલવે સ્ટેશન હવે ગાંધીનગરમાં નિર્માણ પામી રહ્યું છે. ભારતનું એક માત્ર રેલવે સ્ટેશન જે ફાઈવ સ્ટાર હોટલની નીચે બની રહ્યું છે. અને શક્યતા છે વાઈબ્રન્ટ ગુજરાત 2021ના સમિટમાં આ હોટલ કમ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અત્યાધૂનિક રેલવે સ્ટેશનની ઉપર જ ફાઈવ સ્ટાર હોટલ બની રહી છે. એટલુ જ નહીં પણ રેલવે પ્લેટફોર્મ પરથી હોટલમાં સીધા જઈ શકાય તે માટે રસ્તો પણ આપ્યો છે.

2/5
300 રૂમની ફાઈવ સ્ટાર હોટલ
 300 રૂમની ફાઈવ સ્ટાર હોટલ

પાટનગર ગાંધીનગરમાં 300 રૂમની ફાઈવ સ્ટાર હોટલ બની રહી છે જેની નીચેથી ટ્રેન પસાર થશે. હોટલના વ્યૂની વાત કરીએ તો હોટલમાંથી સીધા મહાત્મા મંદિર અને ગુજરાત વિધાનસભા સંકુલ પણ જોવા મળશે. શક્યતા છે કે જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં રેલવેમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે. ભારતમાં પ્રથમ વખત એક રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ પણ તૈયાર કરાયો છે.   

3/5
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

સ્ટેશનની ઉપર ફાઈવ સ્ટાર હોટલમાં અંદાજિત 300 રૂમ હશે. જ્યારે સ્ટેશન પર મેડિકલ વ્યવસ્થા, નાના બાળકો માટે ફિડિંગ રૂમ તૈયાર કરાયો છે. સ્ટેશનમાં પ્રવેશ્તાની સાથે જ મેટલ ડિટેક્ટર્સ મુકાયા છે અને આખુ સ્ટેશન સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

4/5
વિશ્વસ્તરનું હશે આ રેલવે સ્ટેશન, પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
વિશ્વસ્તરનું હશે આ રેલવે સ્ટેશન, પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

વિશ્વભરમાં કેટલાક રેલવે સ્ટેશન એવા છે જેની બરાબરી હવે ગાંધીનગર રેલવેસ્ટેશન સાથે થઈ શક્શે. કારણકે ગાંધીનગર રેલવે સ્ટેશન એરપોર્ટ સ્ટાઈલથી બની રહ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. PM બન્યા પછી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી દિધી હતી. ગાંધીનગર રેલવે સ્ટેશનનો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો શક્યતા છે દેશમાં વિવિધ રેલવે સ્ટેશનનું આવી જ રીતે નિવિનિકરણ થાય.

5/5
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સથી ગુજરાતની થઈ રહી છે કાયાપલટ!
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સથી ગુજરાતની થઈ રહી છે કાયાપલટ!

આ પહેલા ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીએ સી-પ્લેન સર્વિસ શરૂ કરી છે. અમદાવાદથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ પણ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. અને ત્યારપછી ગાંધીનગર સ્ટેશન. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સથી જાણે ગુજરાતની કાયાપલટ થવા જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.





Read More