PHOTOS

Speed ના શોખીનો માટે Supercar: 3.5 સેકંડમાં પકડી લેશે 100 કિ.મી.ની સ્પીડ, માત્ર 18 મિનિટમાં થઈ જશે ચાર્જ

દિલ્લીઃ જો તમે સ્પીડના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. માર્કેટમાં આવી ગઈ છેકે, એક સુપરકાર. અમે વાત કરી રહ્યાં છીએ K...

Advertisement
1/5
E-GMP પ્લેટફોર્મ પર થયું છે નિર્માણઃ
E-GMP પ્લેટફોર્મ પર થયું છે નિર્માણઃ

ધ હિંદૂ બિઝનેસ મુજબ Kia EV6 ને એક ડેડીકેટેડ પ્લેટફોર્મ પર તૈયાર કરાવામાં આવી છે. આને E-GMP પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ખાસ ઈલેક્ટ્રોનિક કાર માટે બનેલું છે. આ એજ પ્લેટફોર્મ છે જે Hyundai IONIQ 5 માં ઉપયોગમાં લેવાશે.

2/5
3.5 સેકંડમાં પકડી લેશે 100 ની સ્પીડઃ
3.5 સેકંડમાં પકડી લેશે 100 ની સ્પીડઃ

Kia EV6 બે ઈલેક્ટ્રિક મોટર્સની મદદથી 577 hp નો જબરદસ્ત પાવર જનરેટ કરે છે. આ એસયૂપી કારને જીરોથી 100ની સ્પીડ કપડવામાં માત્ર 3.5 સેકંડ જ લાગે છે. જો તેના ડાયમેન્શનની વાત કરવામાં આવે તો EV6 ની લંબાઈ 4,680 mm, પહોળાઈ 1,880 mm અને ઉંચાઈ 1,550 mm છે. આ કારનું વ્હીલબેસ 2,900 mm નું છે.

3/5
18 થી 20 મિનિટમાં કાર થઈ જશે ચાર્જઃ
18 થી 20 મિનિટમાં કાર થઈ જશે ચાર્જઃ

કંપનીએ એવો દાવો કર્યો છેકે, માત્ર 18 થી 20 જ મિનિટમાં આ કાર ચાર્જ થઈ જશે. જેને કારણે ઈલેક્ટ્રોનિક કારમાં સૌથી ઝડપથી ચાર્જ થનારી ગાડીઓમાં આ કારનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ કારમાં 800 વોલ્ટનું ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે. આ કાર માત્ર સાડા ચાર મિનિટના ચાર્જિંગમાં 100 કિ.મી.નું અંતર કાપી શકે છે.

4/5
ચાર્જ થયા બાદ 51દ કિ.મી.ની રેંજઃ
ચાર્જ થયા બાદ 51દ કિ.મી.ની રેંજઃ

કંપનીના દાવા મુજબ ફૂલ ચાર્જ થયા બાદ આ કારની રેંજ 510 કિ.મી.ની છે. Kia EV6 577 HP નો મેક્સિમ પાવર જનરેટ કરવાની આ કારમાં ક્ષમતા પણ હશે.

5/5
યૂરોપમાં મળી રહ્યાં છે ઓર્ડરઃ 
યૂરોપમાં મળી રહ્યાં છે ઓર્ડરઃ 

કંપનીએ આ ઈલેક્ટ્રીક કાર (Electric Car) Kia EV6 ને ફ્રેબુઆરી 2021 માં લોંચ કરી દીધી હતી. જાણકારી મુજબ કંપની આ બીજી ગાડીઓનું પ્રોડક્શન થોડા જ સમયમાં શરૂ કરી દેવાની છે. ત્યાર બાદ આ કારની ડિલીવરી પણ શરૂ કરી દેવામાં આવશે. હાલ આ ગાડી માટે યૂરોપમાં ખુબ જ ઓર્ડર મળી રહ્યાં છે.





Read More