PHOTOS

દિવાળી પહેલા થઈ ગયા આ વર્ષના 3 મોટા પરિવર્તન, 4 રાશિના જાતકો માટે શુભ રહેશે દિવાળી, થશે ધનલાભ

રાહુલ, કેતુ અને શનિના અશુભ પ્રભાવોથી દરેક ભયભીત રહે છે, પરંતુ તેવું નથી. આ ગ્રહ શુભ ફળ પણ આપે છે. તેના શુભ થવા પર વ્યક્તિનું ભાગ...

Advertisement
1/6
રાશિ પરિવર્તન
રાશિ પરિવર્તન

આ વર્ષે 10 નવેમ્બરથી દિવાળીના મહાપર્વની શરૂઆત થઈ રહી છે. 12 નવેમ્બરે મહાલક્ષ્મી છે. દિવાળી પહેલા રાહુ, કેતુ અને શનિએ રાશિ પરિવર્તન કરી લીધુ છે. રાહુ, કેતુ અને શનિને જ્યોતિષષાસ્ત્રમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. આ ત્રણ ગ્રહોને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. રાહુ, કેતુ અને શનિના અશુભ પ્રભાવોથી દરેક વ્યક્તિ ડરેલો રહે છે. પરંતુ આ ગ્રહ શુભ ફળ પણ આપે છે અને લોકોનું ભાગ્ય ચમકાવે છે. જ્યોતિષ ગણના અનુસાર દિવાળીના મહાપર્વ પર કેટલાક જાતકો પર રાહુ, કેતુ અને શનિની વિશેષ કૃપા રહેશે. આ રાશિના જાતકોને ધનલાભ પણ થશે. આવો જાણીએ દિવાળી કયાં જાતકો માટે શુભ રહેશે. 

2/6
મેષ રાશિ
 મેષ રાશિ

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. મા લક્ષ્મીની કૃપાથી ધન-લાભ થશે. લગ્ન જીવન સુખમય રહેશે.  નોકરી-વેપારમાં પ્રગતિનો યોગ બનશે. આવકમાં વધારો થશે.  પરિવારમાં માન-સન્માન વધશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. 

3/6
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

નવુ મકાન કે વાહન ખરીદી શકો છો. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે. શિક્ષણ ક્ષેત્રમાં સફળતાનો યોગ બની રહ્યો છે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. સંતાન પક્ષથી લાભ થશે. નોકરીમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો યોગ પણ બની રહ્યો છે. 

4/6
મિથુન રાશિ
 મિથુન રાશિ

માનસિક શાંતિનો અનુભવ કરશો. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. વેપાર કે નોકરી માટે કોઈ બીજા સ્થાને જવું પડી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ ખુલશે. આવકમાં વધારો થશે, જેનાથી ધનની બચત કરી શકશો. મિત્રનો સહયોગ મળશે.

5/6
સિંહ રાશિ
 સિંહ રાશિ

ધાર્મિક કાર્યો થશે. સંતાન સુખમાં વધારો થશે. વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, પરંતુ અતિઉત્સાહિ થવાથી બચો. માતા તથા પરિવારમાં કોઈ વૃદ્ધ મહિલા પાસેથી ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે પરંતુ સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. 

6/6

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો  





Read More