PHOTOS

ટીવી સિરિયલો પર રાજ કરે છે આ અભિનેત્રીઓ, પોતાના પતિઓ કરતા પણ લાખો રૂપિયાની કરે છે કમાણી

ા ટીવી સિરિયલોમાં એક્ટિંગ કરનારાનું કામ સરળ લાગે છે. પરંતુ એવું હોતુ નથી. કારણ કે ટીવી સિરિયલના લીડ રોલમાં રહેતી અભિનેત્રીઓને કલાકો સુધ...

Advertisement
1/5
રૂપાલી છે ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસ
રૂપાલી છે ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસ

રૂપાલી ગાંગુલીએ અનુપમા સિરિયલથી ટીવી સિરિયલોમાં વાપસી કરી છે. પરંતુ આ વાપસી રૂપાલી માટે કોઈ જેકપોટથી ઓછી નથી. આ સિરિયલે રૂપાણી ગાંગુલીની ન માત્ર જિંદગી બદલી છે, પરંતુ તેને ટીવી સિરિયલની સૌથી મોંઘી એક્ટ્રેસ પણ બનાવી લીધી છે. તેમના એક એપિસોડ માટે તેઓ 3 લાખ રૂપિયાની ફી લે છે. તે હિસાબે તેઓ એક મહિનામાં કેટલા કમાતા હશે તેનો અંદાજો લગાવી જ શકીએ. 

2/5
પતિથી વધારે કમાઈ છે દિવ્યાંકા
પતિથી વધારે કમાઈ છે દિવ્યાંકા

બનું હું તારી દુલ્હનથી એક્ટિંગમાં પદાર્પણ કરનારી દિવ્યાંકાએ, યે હે મોહબ્બતેથી ટીવીના દર્શકોના દિલ પર રાજ કર્યુ છે. હાલ તેઓ ભલે નાના પડદાથી દૂર હોય, પરંતુ સમયાંતરે તે દેખાતી રહી છે. તેમ છતાં તેમની ફીસમાં કોઈ ઘટાડો થયો નથી. આજે પણ તે એક એપિસોડના એકથી દોઢ લાખ રૂપિયા લે છે. જ્યારે તેમના પતિ વિવેક દહિયા તેમનાથી ઓછું કમાઈ છે.

3/5
રૂબિના દિલૈકનો પણ છે જલવો
રૂબિના દિલૈકનો પણ છે જલવો

ટીવી સિરિયલની નાની વહુ રૂબિના દિલૈકનો જલવો આજે પણ કાયમ છે. ક્યારેક બિગ બોસ, તો ક્યારેક ઝલક દિખલાજામાં દેખાતી રૂબિનાના પતિ અભિનવ શુક્લા પણ અભિનેતા છે, તેમ છતાં તેમના કરતા રૂબિનાની ચર્ચા વધારે થતી હોય છે. એવી કહેવામાં આવે છે કે એક રિયાલિટી શો માટે રૂબિના મસમોટી રકમ ઉઘરાવે છે. 

4/5
શોએબથી વધારે ફેમસ છે દીપિકા
શોએબથી વધારે ફેમસ છે દીપિકા

ટીવીની સિમર દીપિકા ભલે ક્યારેક ક્યારેક જ નાના પડદા પર દેખાતી હોય, પરંતુ લોકોના દિલમાં તેમના પ્રત્યે આજેપણ પ્રેમ યથાવત છે. દીપિકા ન ફક્ત પતિ શોએબથી વધારે કમાઈ છે પરંતુ તેમનાથી વધારે અમીર પણ છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આજેપણ દીપિકા દરેક એપિસોડ દીઠ 70 હજાર રૂપિયા જેટલી ફી લે છે. 

5/5
આનતી ઉઘરાવે છે મસમોટી રકમ
આનતી ઉઘરાવે છે મસમોટી રકમ

અનીતા હસનંદાની માતા બન્યા બાદથી જ લાઈમલાઈટથી દૂર છે. તેઓ એક્ટિંગમાંથી બ્રેક લઈને હાલ પુત્રને સાચવવામાં વ્યસ્ત છે. ત્યારે ટીવી હોય કે ફિલ્મ અનીતાને લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે. તેઓ હાલ ક્યારેક ક્યારેક સ્ક્રીન પર દેખાતી રહે છે. આજે તેઓ એક એપિસોડ માટે 50 હજાર સુધી ચાર્જ લે છે.





Read More