PHOTOS

AAP નેતા તાહિર હુસૈનના ત્યાંથી તેજાબની પોટલીઓ પેટ્રોલ બોમ્બ, ઈંટ-પથ્થરના ઢગલે ઢગલા મળ્યાં

હિર હુસૈન પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગી રહ્યો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ તાહિર હુસૈન પર ઉત્તર-પૂર્વ દિલ્હીમાં...

Advertisement
1/4
પેટ્રોલ બોમ્બ, તેજાબની પોટલી મળી
પેટ્રોલ બોમ્બ, તેજાબની પોટલી મળી

તાહિર હુસૈનના ઘરના ત્રીજા માળેથી તેજાબ ભરેલી પોટલીઓ મળી આવી છે. મૃતક આઈબી કર્મચારી અંકિતના ઘરવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે તેના ઉપર તેજાબ પણ નાખવામાં આવ્યો હતો. 

2/4
છત પર ઈંટો અને પથ્થરના ઢગલા
છત પર ઈંટો અને પથ્થરના ઢગલા

SSBના બે જવાનો ઉપર પણ તેજાબ નાખવાના અહેવાલો આવ્યાં હતાં. હવે જ્યારે આ રીતે તાહિરના ઘરના ત્રીજા માળેથી તેજાબ અને ઈંટ પથ્થર મળી આવ્યાં તો સ્પષ્ટ થાય છે કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે સુનિયોજિત કાવતરું રચાયું હતું. 

3/4
કપિલ મિશ્રાએ લગાવ્યો હતો આરોપ
કપિલ મિશ્રાએ લગાવ્યો હતો આરોપ

આ બાજુ ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે હત્યારો તાહિર હુસૈન જ છે. ફક્ત અંકિત શર્મા જ નહીં પરંતુ ચાર છોકરાઓને તે ઢસડીને લઈ ગયો હતો અને તેમાથી 3ની લાશ મળી છે. વીડિયોમાં તાહિર હુસૈન પોતે નકાબપોશ છોકરાઓ સાથે લાકડી, પથ્થર, ગોળીઓ, પેટ્રોલ બોમ્બ સાથે જોવા મળી રહ્યો છે. તાહિર હુસૈન સતત કેજરીવાલ અને AAP નેતાઓ સાથે વાત કરતો હતો. 

4/4
હુસૈન પર હિંસામાં સામેલ હોવાનો આરોપ
હુસૈન પર હિંસામાં સામેલ હોવાનો આરોપ

બુધવારે પણ મિશ્રાએ એક ટ્વીટમાં તાહિર હુસૈન પર હિંસામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. મિશ્રાએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તાહિર હુસૈન પણ તેમાં હાજર છે. 





Read More