PHOTOS

PHOTOS: અનુષ્કાને કોપી કરવામાં દીપિકાએ કંઈ બાકી ન રાખ્યું, લુક ચોરી કર્યો!!

Advertisement
1/4

ગયા વર્ષે અનુષ્કા અને વિરાટ કોહલીના લગ્ન થયા હતા. દિલ્હીમાં આ કપલનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. ત્યારે અનુષ્કાએ જે રીતે રિસેપ્શનમાં લુક રાખ્યો હતો, તેવો જ લુક દીપિકાએ પણ પોતાના રિસેપ્શનમાં રાખ્ય છે. દીપિકાની હેરસ્ટાઈલ જ નહિ, પંરતુ તેની જ્વેલરીની ડિઝાઈન પણ અનુષ્કાના દિલ્હીવાળા રિસેપ્શન લૂક સાથે મેચ થાય છે. પોસિબલ છે કે, સબ્યસાચીએ જ અનુષ્કાના વેડિંગ ડ્રેસિસ તૈયાર કર્યા હતા. તેથી જ દીપિકા અને અનુષ્કાના લૂક એકબીજાથી મેચ થાય તે શક્ય છે. 

2/4

દીપિકાએ રિસેપ્શનમાં તેની મમ્મી દ્વારા ગિફ્ટ કરાયેલી સાડી પહેરી છે. તેની મમ્મીએ કોંકણી રિવાજ અંતર્ગત દિપીકાને આ સાડી ગિફ્ટ કરી હતી. રિસેપ્શનમાં રણવીર અને દીપિકા બંનેના ડ્રેસિસને સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. 

3/4

ઉલ્લેખનીય છે કે, એક તરફ જ્યાં દીપિકાએ અનુષ્કાને કોપી મારી છે તેવું ચર્ચાઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ કંગના રનૌટ પણ એક તસવીરમાં આવા જ લુકમાં દેખાઈ રહી છે. કંગનાએ દીપિકા જેવી જ મેચિંગ સાડી અને ફુલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું છે. 

4/4

તો આ પહેલા અનુષ્કાએ તેના લગ્નમાં જે ઝુમકા પહેર્યા હતા, તે અગાઉ દીપિકાએ એક ફિલ્મફેર એવોર્ડ દરમિયાન પહેર્યા હતા. દિલ્હીના રિસેપ્શનમાં અનુષ્કાએ જે સાડી પહેરી હતી, તેવા જ પ્રકારની એક સાડી ઓક્ટોબરમાં એક કાર્યક્રમ દરમિયાન દીપિકા પાદુકોણે પણ પહેરી હતી. અનુષ્કાના લગ્ન સમયે લોકોએ કહ્યું હતું કે, અનુષ્કા શર્મા દીપિકાની સ્ટાઈલથી પ્રભાવિત છે, અને તેની જેમ જ્વેલરી અને કપડા પહેરી રહી છે. ત્યારે હાલ એવુ કહેવાઈ રહ્યું છે કે, દીપિકાએ અનુષ્કાની સ્ટાઈલ કોપી કરી છે. અનુષ્કાએ તેના રિસેપ્શનમાં જે ગળાબંધ હાર પહેર્યો હતો, તે પણ દીપિકાના એક લૂકમાં મળતો આવતો હોવાનું બતાવાયું હતું. 





Read More